હથીયાર ગુમ થયાની જાણ કરતા જ પોલીસે હથીયાર ધારા હેઠળ બંને સામે કાર્યવાહી હાથ ધરી….

હથીયાર ગુમ થયાની જાણ કરતા જ પોલીસે હથીયાર ધારા હેઠળ બંને સામે કાર્યવાહી હાથ ધરી….

કેશોદના મઢડા ગામે સોનલ આઇ માં મંદિરે મહિલા દર્શનાર્થીને દર્શને જવાનું હોય પરવાનાવાળી રિવોલ્વર મહંતે સાચવવા આપી હતી. બાદ મહંતે ગુમ થયાનું કહી પાછી આપી ન હતી. હવે જયારે લોકસભા ચૂંટણી 2024 માં આચાર સંહિતા લાગું હોય હથીયાર જમા કરાવવાના સમયે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હથીયાર ગુમ થયાની જાણ કરતા જ પોલીસે હથીયાર ધારા હેઠળ બંને સામે કાર્યવાહી હાથ ધરી છે

હથીયારનો પરવાનો ધરાવતી જુનાગઢની મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશને આવી મારી પાસે સ્વરક્ષણ માટે પરવાનાવાળી રિવોલ્વર હોય મઢડા સોનલ મંદિરે લઈ જવી હિતાવહ ન હોય મઢડા ભીમનાથ મંદિરના મહંતને સોંપી હતી. જે હથીયાર મહંત પાસેથી પરત માંગતાં તેમણે ગુમ થયાનું જણાવી પરત કર્યું ન હોય તેવી ફરિયાદ કરી હતી. આથી પરવાના વગર ગેરકાયદેસર હથીયાર રાખવા તેમજ મહિલા સાથે છેતરપીંડી કરી હોય ગુન્હોં બનતો હોય તો બીજી તરફ મહિલાએ પરવાનાવાળું હથીયાર સાચવવા બેદરકારી રાખી હોય પોલીસે બંને વિરૂદ્ધ હથીયાર ધારા હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે બંનેની હથીયાર ધારા હેઠળ નોટીસ આપી અટક કરી હતી. જયારે મહંતને છેતરપીંડી કેસમાં અટકની તજવીજ હાથ ધરી છે. 

જાણવા મળતી વધુ વિગતો મુજબ જુનાગઢ રહેતી ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઇ રાઠોડ નામની મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની પાસે પરવાનાવાળી રિવોલ્વર હોય જેની મુદ્ત 24 ડિસે. 2023 ના રોજ પૂરી થતી હોય આ રિવોલ્વર લઈ તે 1 જાન્યુ. 2024 ના મઢડા સોનલ ધામ દર્શને ગયાં હતાં. આ હથીયાર મંદિરમાં લઈ જવું હિતાવહ ન હોય મઢડા ખાતે ભીમનાથ મંદિરના પુજારી રોહીતગીરી નીરંજન દેવગીરીને સોંપ્યું હતું. મહિલાએ સોનલધામ મંદિરે દર્શન કરી તબિયત બગડતાં એક દિવસ રાત્રી રોકાણ કરી બીજે દિવસે બસ મારફત જુનાગઢ બાદ સાળંગપુર બરવાળા આશ્રમે જવા ગયાં હતાં. જયાં તેમની તબિયત ખરાબ હોય મોબાઈલ બંધ કર્યો હતો. જયારે તા. 7 જાન્યુ 2024 સુધી બંધ રાખેલ મોબાઈલ ચાલું કરતાં મહિલાને મઢડાના ભીમનાથ મંદિરના મહંતનો ફોન આવ્યો કે તમે સાચવવા આપેલ હથીયાર ગુમ થઈ ગયું છે. આ ઘટનામાં પોલીસને વર્ણવતાં પોલીસે ફરિયાદી મહિલા વિરૂદ્ધ રિવોલ્વર સાચવવા બેદરકારી દાખવવામાં આવી હોય તેમજ મંહતે ગેરકાયદેસર હથીયાર રાખવા બદલ બંને વિરૂદ્ધ આઇપીસી કલમ 29 (b), 30 તેમજ રિવોલ્વર મહિલાને પરત ન કરતાં મહંત વિરૂદ્ધ 406, 420 છેતરપિંડી સહિતની ફરિયાદ નોંધાતાં પોલીસે મહંતે તેમની પાસે રહેલ હથીયાર ગુમ થયાનું જણાવાયું તો આ હથીયાર કયાં ગયું તે અંગે તપાસ કરવા ચક્રો ગતીમાન કર્યા છે. પોલીસે મહંત અને મહિલાની 29 (b), 30 હેઠળ નોટીસ આપી અટકાયત કરી જયારે મહંતને 406, 420 હેઠળ અટક કરવા તજવીજ હાથ ધરી હતી.

રિપોર્ટર:- મૌલિક ઝણકાટ

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool