યુપી પોલીસ ના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં અપહરણ હત્યા અને ગેંગરેપના જઘન્ય કૃત્યમાં સામેલ આરોપીને ઝડપી પાડતી સુરત સરથાણા પોલીસ સાથે સરથાણા એફ ઓ પી અને હોમગાર્ડ અને ડ્રાઈવરો ની સયુક્ત ટીમ બનાવી ફરાર આરોપીને જડપી પાડવામાં આવ્યો….
જેમાં યુપી પોલીસ દ્વારા સરથાણા પોલીસની મદદ માંગવામાં આવી હતી. ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઇ એમ બી ઝાલા ગુનાની ગંભીરતા જોઈ સક્રિય થયા હતા સંપૂર્ણ રાત્રી દરમિયાન પી.આઇ શ્રી એમ બી ઝાલા સાથે હોમગાર્ડ એફ ઓ પી ની ટીમ બનાવવામાં આવી હતી જેમાં હોમગાર્ડ ને પણ સામેલ કરવામાં આવ્યા હતા આમ પોલીસ એફ.ઓ.પી અને હોમગાર્ડ નું સંયુક્ત ઓપરેશન પાર પાડી આ જધન્ય કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો…
*કારીગર ઉત્તર પ્રદેશથી અપહરણ કરી સગીરાને હથોડા ગામ લાવ્યો*
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તરપ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાન ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો.
*સગીરા ગેંગરેપ અંગે જાણ કરશે એવો ડર લાગતા સળગાવી દીધી*
ત્યાર બાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો હતો. જો કે ગેંગરેપ બાદ સગીરા આ અંગે અન્યને જાણ કરી દેશે તેવો ડર લાગતા પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.
*બે દિવસની સારવાર બાદ પીડિતાએ દમ તોડ્યો*
સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે બે દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો. ઉત્તર પ્રદેશના જયસિંગપૂર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ બે વર્ષથી બંને આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને બે આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર ઘટનાની ગંભીરતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ઝાલા સાહેબને થતા જ તેઓ એ અલગ અલગ ટીમ બનાવી હતી જેમાં FOP હોમગાર્ડ અને ડ્રાઇવરનો સમાવેશ કરી સમગ્ર ઓપરેશન પાર પાડી અપરણ ગેંગરેપ અને હત્યા જેવા ચકચારી ઘટનાને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડ્યો હતો…
