દ્વારકા -જયદીપ લાખાણી
દ્વારકા : માંથી વધુ એક નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો
નકલી અધિકારીઓ ની હારમાળા, ખંભાળિયા માં કાર પર એડિશનલ કલેક્ટર લખેલા બનાવટી બોર્ડ સાથે ઝડપાયેલા યુવક યુવતીની આકરી પૂછતાછમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા..
આરોપી જીલ પંચમતીયા પાસેથી મળી અનેક અધિકારીઓના નામની નેમ પ્લેટો. અને અનેક સરકારી સિક્કાઓ…એટલું જ નહીં આરોપી જીલ પંચમતિયા પાસેથી એક એરગન ,એક પિસ્તોલ સહિત બે લેપટોપ અને અનેક મોબાઈલ નો મુદ્દા માલ પકડાયો જીલ પંચમતીયા પાસેથી મળ્યો અનેક દવાઓનો ગેરકાયદેસર જથ્થો… તેમજ એડમિનિસ્ટ્રેટિવ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રિટેન્ડન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી સર્વિસ, એડિશનલ કમિશનર, એડિશનલ કલેકટર, કમિશનર રેવન્યુ વિભાગ, કમિશનર મેડિકલ એજ્યુકેશન, હેડ ઓફ એન્ટોની ડિપાર્ટમેન્ટ, નામની અનેક નકલી નેમ પ્લેટો મળી આવી, જીલ પંચમતિયાએ ખંભાળિયામાં પોતે એડિશનલ કલેક્ટરની ઓળખ આપી તેમણે રામાવત નામના યુવક ને પોલીસ ભરતીમાં પાસ કરાવી દેવાની લાલચ આપી તો તેમના ભાઈ ને મિહિર ને એડી. કલેક્ટરના પી.એ. બનાવી દેવાની લાલચ આપી 32,200 નો તોડ કરી રૂપિયા ખંખેરી લીધા..
એમ.પી શાહ કોલેજના એડિશનલ ડીન બની રાજકોટ અભ્યાસ કરતા યુવકને MBBS માં એડમિશન આપવાની લાલચ આપી તેમજ નાર્કોટિક્સ ના કેસમાંથી બહાર કઢાવી દેવાની વાત કરી 48,22,600 ની છેતરપિંડી કરી…
જીલ પંચમતિયાની કિયા કાર માંથી ગાંધીનગર પાસિંગની નંબર GJ 18 GB 9669 પ્લેટ પણ મળી આવી.. કિયા કાર માંથી રેવન્યુ કમિશનર ની નકલી નેમ પ્લેટ પણ મળી…
કિયા કાર માંથી સરકારી ગાડી માં હોઈ તેવી લાઇટ તેમજ સાયરન પણ મળ્યા…
નકલી હોદ્દા ધારણ કરી ખોટા હોદ્દાનો દૂર ઉપયોગ કરનારા જીલ પંચમતિયા વિરુદ્ધ નવા બે સહિત કુલ 3 ગુન્હા નોંધાયા..
ખંભાળિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ…
