ફરી વખત સરથાણા પોલીસ સ્ટેશને છેતરપિંડીના આરોપીઓ વિરૂધ્ધ સંગઠિત ક્રાઈમની કલમોનો ઉમેરો કરવામાં સફળતા…ઠગબાજો વિરૂધ્ધ સુરત પોલીસ આકરા પાણીએ

સુરત : છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપી ને ઝડપી પાડી *સંગઠિત ક્રાઈમની બી.એન.એસ ની કલમ ૧૧૧(૩)(૪) નો ઉમેરો કરી દાખલા રૂપ કાર્યવાહી કરી હતી…*

મહત્વનું છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના સીધા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી એમ બી ઝાલા સાહેબે કોર્ટ મારફત આ કલમોનો ઉમેરો કરવાની સફળતા પ્રાપ્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસની હકીકત એવી છે કે …..

આરોપીઓ નિર્મલ વસોયા તથા કપિલ વસોયાએ ફરિયાદીને વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા લીધેલ હતા અને વિઝા નહીં કરી આપેલ ત્યારબાદ ફરિયાદીએ પૈસાની માંગણી કરતા તેઓને પૈસાના બદલામાં તેઓના ફ્લેટનું બહાનાખત કરી આપેલ જે ફ્લેટ પાંચ વર્ષ અગાઉ તેઓએ વેચાણ કરી દીધેલ હતો આ રીતે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવી ફરિયાદી સાથે બીજાના નામે છેતરપિંડી કરેલ તથા આરોપી મૂકેશ છે આ ફ્લેટનો બાનખત કરી આપેલ જેમાં તમામ ત્રણેય આરોપીઓ ફરાર હતા જેમાં મુકેશ મેંદપરા નામના મુખ્ય આરોપીને સરથાણા પોલીસે અમદાવાદ થી ઝડપી પાડ્યો હતો તથા આ આરોપીઓમાં કપીલ વસોયા અને નીર્મલ વસોયા હજુ પણ ફરાર છે….

 

આરોપીને જડપી પાડ્યા બાદ એ પણ ખુલાસો થયો હતો કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશન માં પણ ફરિયાદો દાખલ થઈ હતી , અને તેમા પણ ફરાર હતા. જેમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન બે ફરિયાદો દાખલ થઈ હતી જ્યારે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન એક ગુનો દાખલ થયો હતો અને સરથાણામાં એક ગુનો દાખલ થયો…..

સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ વર્ક કરવામાં આવ્યો જેમાં સરથાણાના પીઆઇ શ્રી એમ.બી ઝાલા સાહેબને અંગત બાતમીદારો અને હ્યુમન સોર્સિસ દ્વારા ગુપ્ત માહિતી મળેલ કે મુકેશ મનસુખભાઈ મેંદપરા અમદાવાદ છુપાયેલો છે જેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ પી.એસ.આઇ એન.વી ભરવાડ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી જેમાં આરોપીને દબોચવામાં સફળતા મળ્યા બાદ આ આરોપીને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો. આ ફરીયાદમાં મુખ્ય સુત્રધાર મુકેશ મનસુખભાઈ મેંદપરા ઉંમર વર્ષ:- 35 ધંધો જમીન દલાલી, રહે: ઘર નંબર 102 ,મેરી ગોલ્ડ ક્રીસ્ટા, સરથાણા જકાતનાકા ,વીટીનગર સર્કલ પાસે, સરથાણા, ને ઝડપી પાડ્યો હતો… જેમાં કોર્ટમાં રજૂ કરી અને સંગઠીત ક્રાઈમની ૧૧૧(૩)(૪) ની કલમોનો ઉમેરો કરવાનો અભિપ્રાય કોર્ટમાં મંજૂર થતાં જ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેની સંપૂર્ણ તપાસ અને સઘન પૂછપરછ આ મુકેશ મેંદપરા ની સરથાણા પોલીસ કરી રહી છે અને બીજા બે આરોપી કપિલ વસોયા અને નિર્મલ વસોયા વિશે પણ આ મુકેશ મેંદપરા પાસે થી માહિતી મેળવી રહી છે….

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool