થોડા સમય પહેલા મોટા વરાછા ખાતે કોર્પોરેટર રાજેશ મોરડીયા દ્વારા એક પતરાના સંચાલકો ડરાવી ધમકાવી અને એ પતરાનાં સેડો પડાવી નાખવાની ધમકી આપી ૫૦ હજારની ખંડણીની માંગણી કરી હતી જેમાં કોર્પોરેટર ખુદ પોતે ખંડણી લેવા જતા ઝડપાઈ ગયો હતો. જેમાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી રાજેશ મોરડીયા ને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ રાજેશ મોરડીયા ને જામીન મળી જતા ઉતરાણ પોલીસ આવા ગુનેગાર છટકી ના જાય અને ફરી વખત આવા કોઈ પણ પ્રકારે કૃત્ય ન કરે તે હેતુથી તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડીયા વિરુદ્ધ પાસા ની કાર્યવાહી કરી મહેસાણા જેલમાં ધકેલી દીધો હતો…
તોડબાજ કોર્પોરેટર દિનેશ મોરડીયા વિરુદ્ધ આ સમગ્ર કાર્યવાહીમાં PI ડી.યુ બારડ તથા સેકન્ડ પી.આઇ એન જી પટેલ અને સંવેલન્સ સ્ટાફના પીએસઆઇ એમ.ડી સરવૈયા ના સીધા માર્ગદર્શન હેઠળ અને કાર્યવાહીના ભાગરૂપે આવા તત્વોને ફરીવખત ગુનાહીત કાવતરા ન કરે તે માટે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યવાહીમાં પાસાની દરખાસ્ત તૈયાર કરનાર હેડ કોસ્ટેબલ કેશવભાઈ રવજીભાઈ તથા પોલીસ કોસ્ટેબલ ભગીરથસિંહ અનુભાઈ સંપૂર્ણ તકેદારી રાખી દરખાસ્ત કરી અને પાસાની મંજૂરીનો માર્ગ મોકરો કર્યો હતો…
મહત્વનું છે કે આ કોર્પોરેટર કતારગામ ઝોન હદ વિસ્તારમાં પોતાનો દબદબો રાખી બેઠો હતો સાથે જ આ રાજેશ મોરડીયા કતારગામ ઝોન વરાછા ઝોન વગેરે જગ્યાએ જઈ અને ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ ડરાવી ધમકાવી અને પોતાની મહત્વકાંક્ષા પૂરી કરતો હતો પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ એક પર કાર્યવાહી કરવામાં આવી પરંતુ સુરત મહાનગરપાલિકા માં ઘણા એવા કોર્પોરેટરો છે જેઓ ગેરકાયદેસર બાંધકામ અને ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં તગડી રકમ વસુલે છે અને કોઈપણ ભોગે પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરે ખાસ કરીને કાપોદ્રા ,વરાછા, પુણાગામ માં પણ અગાઉ પણ કોર્પોરેટરો અને અન્ય રાજનીતિની સાથે સંકળાયેલા તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ ઉઠી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી થઈ હવે જોવાનું એ રહ્યું આવા રાજનીતિ સાથે સંકળાયેલા ઘણા એવા તત્વો છે કે જેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને લોક માંગણીઓ પણ થઈ રહી છે. અને આ બાબતે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અરજીઓ પણ થઈ ચુકી છુ…
નાના માણસો કે ઘણી વખત વ્યાજે અથવાતો પોતાની મીલકત વેચીને માંડ એક માળનું બાંધકામ કરતો હોઈ છે આવા માણશોને ડરાવી ધમકાવી અને મોટા પ્રમાણમાં પૈસાની વસુલી થાય છે અને સ્થાનિક રાજકીય આગેવાનો અને પક્ષ અને વિપક્ષ બંનેના કોર્પોરેટરો અને એના મળતીયાઓ આ તોડકાંડમાં સામેલ પરંતુ એક પણ કાર્યવાહી થતી નથી.. કેમ કે જ્યારે કાર્યવાહીનો સમઈ આવે ત્યારે પણ ફરીયાદી અને અરજદારને સમજાવી અથવા તો લાગતા વળગતાને કહીને ભલામણ કરાવી દે છે અણે આવી ભલામણુ કરાવનાર પણ કોર્પોરેટર કક્ષાનાં નેતા અને અમુક રાજકીય આગેવાનોનાં મળતીયાઓ પણ સક્રીય ભુમિકા ભજવે છે…
લેખન :- હરીશ રાવત (ઓનર/ફાઉન્ડર, માતૃભૂમિ ન્યુઝ)
