કેશોદ ના કોયલાણાં ગામે રાજપૂત સમાજ દ્વારા પરસોતમ રૂપાલા ના પૂતળાં દહન કરી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરાયો
કેશોદના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રાજકોટમાં પરસોતમ રૂપાલાએ આપેલ નિવેદનના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ યોજયો હતો. જેમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્ષિત કરવામાં આવ્યો હતો. જો કે વિરોધ પ્રદર્શિત કરતી વખતે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે અંગે કાળજી લેવામાં આવી હતી.
કેશોદના કોયલાણા ગામે સોમનાથ જતાં નેશનલ હાઇવે પર રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને “રૂપાલા હાય હાય” “રામ બોલો ભાઈ રામ” ના નારાઓ લગાવી કાટિયું ફોડવા સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતો. રાજપૂત સમાજ દ્વારા પરસોતમ રૂપાલાએ એક સમાજના સ્નેહમિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારૂ લાગે તે માટે તેઓ ઝૂંકયા નથી તેમ કહી મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી, બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદના કોયલાણા ગામે પણ રાજપૂત સમાજે રૂપાલાનું પુતળા દહન કરી રૂપાલા વિરૂદ્ધ આક્રોષ વ્યક્ત કરી તેમના વિરૂદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી
રિપોર્ટર:- મૌલિક ઝણકાટ
