પોલીસની સતર્કતાને કારણે લોહીયાળ બનાવ બનતાં રહી ગયો,ફિલ્મી ઢબે હુમલો કરવા આવેલા પાંચ પકડાઇ ગયા

ગોત્રી વિસ્તારમાં આજે ફિલ્મીઢબે હુમલો કરવાના ઇરાદે આવેલા પાંચ હથિયાર ધારી શખ્સોને પોલીસે સ્થળ પર દબોચી લીધા હતા.

ગોત્રી રોડ પર વ્રજરેણુ હોસ્પિટલ પાસે જય માતાજી ટી સ્ટોલ ખાતે આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે ટી સ્ટોલ ધરાવતી સિનિયર સિટિઝન મહિલા સરોજબેન ઠક્કરે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

મહિલાએ કહ્યું હતું કે,સવારે સાતેક વાગે મારા ભાણીયા કિશને મને ફોન કરી ને કહ્યું હતું કે,તેના પર(કિશન પર) ભોલુ શર્માનો ફોન આવ્યો હતો અને ભોલુએ જૂના ઝઘડાની અદાવત રાખી આજે માણસો લઇને આવું છું તને અને લખનને પતાવી દઇશું તેવી ધમકી આપી હતી.ભોલુએ આવી જ રીતે લખનને પણ ફોન કરીને આજે માણસો લઇને આવું છું,તને અને કિશનને છોડવાના નથી તેવી ધમકી આપી હતી.

 

મહિલાએ પોલીસને કહ્યું છે કે,ત્યારબાદ આઠેક વાગે ઇકો વાનમાં પરેશ ઉર્ફે ભોલુ શર્મા,ધવલ પરેશ શર્મા,યોગીન પટેલ,વીર વર્મા અને જય મકવાણા( રહે.સ્નેહ ફ્લેટ, મધર્સ સ્કૂલ પાછળ,ગોત્રી) ધસી આવ્યા હતા. જે પૈકી ભોલુના હાથમાં છરો હતો.યોગીનની કમરના ભાગે કાંઇક હતું.ધવલ અને જય મકવાણાના હાથમાં ચાકુ હતા.

 

ગાળો ભાંડતા હુમલાખોરો ટી સ્ટોલની આગળપાછળ ફરી વળ્યા હતા અને કિશન અને લખન ક્યાં છે,તેઓ દાદા બની ગયા છે..આજે છોડીશું નહિં તેમ કહેતા હતા.જેથી મેં ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો.અકોટાના પીઆઇ વાય જી મકવાણાએ કહ્યું હતું કે,કંટ્રોલની વર્દી મળતાં જ અકોટા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પાંચેય જણાને ઝડપી પાડયા હતા.પોલીસે રાયોટિંગ અને ધમકીનો ગુનો નોંધ્ય

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool