ગલ્ફ કન્ટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા છે જેમાં 5 ભારતીય પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અને અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા.
ભારતીય મૃતકો ક્યાં રાજ્યના?
માહિતી અનુસાર મૃત્યુ પામનારા ભારતીય નાગરિકો કેરળના હોવાનું સામે આવ્યું છે. કુવૈતની ઓથોરિટીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને આગ લાગવાના કારણો જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે.
