ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે ગૃહ મંત્રાલય અને ગૃહ મંત્રી અરસંગી ત લુખ્ખાઓ અને આંતક મચાવતા માફિયાઓ વિરુદ્ધ એક્શન મોડ ચાલુ કર્યો છે ત્યારે અમદાવાદ માં બનેલ બનાવનાર આરોપીઓ ને ગતરોજ સરઘસ કાઢ્યું અને એએમસી તથા અમદાવાદ પોલીસે સંયુક્ત ઓપરેશન મુજબ આ લુખાઓના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યા બાદ આજરોજ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં રહેલી ભીડ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને સમર્થનના નારા લગાવી ને પોલીસને બિરજાવી હતી અને ભરપેટ કાર્યવાહી થતા વખાણ કરવામાં આવ્યા હતા
વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસમાં પોલીસે કુલ 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને તેમાંથી 13 આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવી ભય ફેલાવવાને લઈને તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેના બાદ આજે કોર્ટમાં રજૂ કરી તેમની સામે કેસ ચાલશે. આ ઘટનાના મુખ્ય બે આરોપી પંકજ ભાવસાર અને ગોવિંદ ચૌહાણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે મુખ્ય આરોપીઓને શોધવા પોતાના બાતમીદારોને સક્રિય કર્યા છે.
ગુજરાત પોલીસ
વસ્ત્રાલમાં આતંક મચાવવાની ઘટનામાં 13 આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસની સરાહનીય કામગીરીને લઈને લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના ના નારા લગાવ્યા. ગુજરાત પોલીસની લુખાતત્ત્વો સામે ત્વરિત અને કડક કામગીરીથી અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હવે ગુનેગારોને નાથવા મોટા પગલા લેવાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત પોલીસે લતીફ જેવા ડોનને ઝડપી પાડ્યો હતો. તેમજ શહેરમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ તેમજ ગાંધીનગરના અક્ષરધામ પર કરાયેલ આતંકી હુમલામાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અનેક વખત મોટા ગુનાઓ અને ષડયંત્રનો ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યા હોવાના કિસ્સા સમાચારમાં સામે આવતા હોય છે. તેમજ પોલીસની શી ટીમ તહેવારમાં મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપતા આવરા તત્વોને ઝડપી પાડે છે.
