ACB એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસના હપ્તાની ટકાવારી પેટે લાંચ લેતા સરપંચ પિતા અને અન્ય 1ની ધરપકડ કરવામાં આવી, મહીસાગરના એક ગામ કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતના સરપંચ પિતા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. PM આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે લાંચ માંગી હતી. જીલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું, જેના પ્રથમ અને બીજા હપ્તા તેમના બેંક ખાતામાં જમા થઈ ગયા હતા. આ હપ્તાની ટકાવારી રૂપે આરોપી દિગ્વિજયસિંહ અભેસિંહ પુવાર (ઉં.વ. 54)એ રૂ. 22,500ની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ સરપંચના બદલે કામગીરી કરતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા (ઉં.વ. 45) સાથે વાતચીત કરી હતી, જેમણે રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી.
કડાણા ના રાજનપુર ગ્રામ પંચાયતની ચોકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં ACBને મોટી સફળતા મળી છે. ACBએ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે સરપંચે 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ઉગરાણું કરનાર સરપંચ પિતા અને એક અન્ય આગેવાન પણ ACBના છટકામાં રંગે હાથ ભેરવાયા છે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
