DGPનાં આદેશ બાદ કચ્છમાં JCB એક્શન ચાલુ ગુનામાં સંડોવાયેલા હાજી આમદના દબાણો પર બુલડોઝર ફેરવાયું

રાજ્યમાં સૌપ્રથમ કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી આરંભી છે અને દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.

ગેરકાયદે બાંધકામ અને મકાનો તોડી પાડ્યા

DGPના આદેશ બાદ કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શિકારપુરના અનેક ગુનામાં સામેલ આરોપી હાજી આમદના ગેરકાયદે બાંધકામ અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમારએ જિલ્લાના અસમાજિક તત્ત્વો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખસો સામે કડક કાર્યવાહી કરી હતી.

આ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થશે

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવા માટે શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને 100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજીને અમદાવાદમાં સક્રિય હોય તેવી ગેંગની તેમજ અસામાજીક તત્ત્વોની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી.

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool