સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી MD ડ્રગ્સ, ગાંજો, વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યું છે ત્યારે હવે કરિયાણાની દુકાનમાંથી અફીણનાં રસનો મોટો જથ્થો સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પિન્ટુ કેજરીમલ લુહાર કડોદરા વિસ્તારમાં નવા હલપતિ વિસ્તારમાં ભવાની કિરાણા સ્ટોરીની આડમાં અફીણનાં જથ્થા સાથે ઝડપાઈ ગયો છે પોલીસે આરોપી પાસેથી 5,083 કિલો અફીણનો રસ જેની કિંમત 25.41 લાખ થાય છે જે ઝડપી પાડતા ફફડાટ મચી જવા પામ્યો છે
એસ. ઑ. જી પોલીસના હાથે ઝડપાયેલા આરોપી એ કબૂલાત કરી હતી રાજેસ્થાનનાં બુધારામ બિસ્નોઈ પાસેથી આ જથ્થો લીધો હતો અને કરિયાણાની દુકાનની આડમાં આ નસીલો પ્રદાર્થ છૂટક વેચતો હતો. જોકે પોલીસે માલ આપનાર બુધારામ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે











