TRP અગ્નિકાંડના 18મા દિવસે તમામ 9 આરોપી જેલ હવાલે, એક હજુ વૉન્ટેડ, એકનું થયું છે મોત

રાજકોટ અગ્નિકાંડમાં કુલ નવ આરોપીઓની ધરપકડ થઈ

 

રાજકોટ મનપાના વિવાદાસ્પદ અને, સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી ગૌતમ જોશી, બીજા એટીપી મુકેશ મકવાણા અને ફાયર બ્રિગેડના અધિકારી રોહિત વીગોરાના આજે રિમાન્ડ પુરા થતાં તપાસ કરતી SITએ કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે કરાયા હતા.

 

આ કેસમાં કુલ નવ આરોપીઓની ધરપકડ થઈ હતી. જયારે મુખ્ય આરોપી પ્રકાશ હિરન અગ્નિકાંડમાં જ ભુંજાઈ ગયો હતો. જયારે એક આરોપી અશોકસિંહ જાડેજા હજુ વોન્ટેડ છે.

 

હજુ તપાસમાં કોઈ પુરાવાઓ મળશે તો તેમની પણ ધરપકડ કરશે

 

SITના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં આ નવ સિવાયના કોઈ આરોપીઓના નામો ખુલ્યા નથી. હજૂ તપાસ ચાલુ છે. બીજા કોઈ આરોપીઓ વિરૂધ્ધ જો દસ્તાવેજી અને સાંયોગિક પુરાવાઓ મળશે તો તેમની પણ ધરપકડ કરાશે.

 

આરોપીઓ વિરૂધ્ધ સજ્જડ પુરાવા રજૂ થશે

 

અત્યાર સુધીમાં જે પણ સાક્ષીઓના નિવેદનો લેવાયા છે તેના આધારે બીજા જરૂરી પુરાવા મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આરોપીઓ વિરૂધ્ધ સજ્જડ પુરાવા સાથેનું ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરાશે.

 

પોલીસ અધિકારી કે નેતાઓની સંડોવણી નહી

 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની SITની તપાસમાં કોઈ પોલીસ અધિકારી કે નેતાઓની સંડોવણી નહીં ખુલ્યાનું જાહેર કરી દેવાયું છે. એટલું જ નહીં માર્ગ મકાન વિભાગ અને પીજીવીસીએલના અધિકારીઓને પણ મહદ અંશે કલીનચીટ અપાઈ ગઈ છે.

 

આરોપીઓ જેલ હવાલે થઈ ગયા બાદ પણ SITની તપાસ જારી

 

આજે જેલ હવાલે કરાયેલા પૂર્વ ટીપીઓ સાગઠીયાની ટૂંક સમયમાં ક્રાઈમ બ્રાંચ નકલી મીનિટસ બુક બનાવવાના ગુનામાં જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરશે. રાજકોટના અગિગ્નિકાંડની સર્વગ્રાહી તપાસ માટે રાજય સરકાર દ્વારા સિટની રચના કરવામાં આવી હતી. જયારે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ માટે પણ SITની રચના કરવામાં આવી હતી. આ બંને SITની તપાસ તમામ નવ આરોપીઓ જેલ હવાલે થઈ ગયા પછી પણ જારી રહેશે અને લાંબો સમય ચાલે તેવી શક્યતા છે.

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool