અમદાવાદ એસીબીએ સુરત ખાણ ખનીજ વિભાગનાં અધિકારીને લાંચ લેતા ઝડપ્યા છે. ક્લાસ વન અધિકારીએ બે લાખની લાંચ માંગી હતી. ભાઠા વિસ્તારમાં રેતી ખનની રોયલ્ટી પરમીટ માટે લાંચ માંગી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા જગ્યા પર કોઈ હેરાનગતિ નહી કરવા લાંચ માંગી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડનાં નાયબ અધિકારી નરેશ જાનીએ બે લાખની લાંચ માંગી હતી. વચેટીયા કપિલ પ્રજાપતિને લાંચનાં બે લાખ રૂપિયા આપવા અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકામાં વચેટીયો લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો. એસીબીનાં છટકા બાદ અધિકારી ફરાર થઈ ગયો હતો.
