
બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી કિશન ભરડવા જાત મહેનતથી આઇઆઈટી એન્ટ્રન્સમાં ગુજરાત ફર્સ્ટ અને દેશભરમાં 26માં ક્રમે આવ્યો.જેમાં પ્રવેશ મેળવવા માટે આખા દેશના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસિસમાં છેક રાજસ્થાનના કોટા શહેર સુધી જતાં હોય છે; એવી આઈઆઈટીની પ્રવેશ પરીક્ષામાં જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કિશન ગિરધરભાઈ ભરડવાએ જાત મહેનત થકી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
કિશનના પિતા ફર્નિચર કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે; ત્યારે કિશને પોતાના જ ઘરે રહી એકલવ્યની જેમ મોબાઈલને પોતાનો ગુરુ બનાવીને તથા બહાઉદ્દીન કોલેજની લાયબ્રેરીનો ઉપયોગ કરીને તૈયારીઓ કરી છે.
– મોબાઇલમાં આવતા એક્સપર્ટના લેક્ચરઓ જોઈ તથા ટૉપિકને અનુરૂપ કોલેજની લાયબ્રેરીમાંથી પુસ્તકોનો અભ્યાસ કરી અને સફળતા પ્રાપ્ત કરી છે.
– આ પરીક્ષા પાસ કરવાથી તેને ભારતની વિશ્વવિખ્યાત એવી આઈઆઈટી તેમજ આઇઆઇએસસીમાં એમએસસી ભણવાની તક મળશે.
– આ તકે કિશને જણાવ્યું કે; તેઓને મળેલી સફળતા પાછળ બહાઉદ્દીન કોલેજના પ્રાધ્યાપકોની પ્રેરણા અને કોલેજમાં ચાલતા IIT JAM માટેના ખાસ તાલીમવર્ગોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.










