ચાણસ્મા ના ધીણોજ પાસે નદીમાંથી માટીનું ખનન કરીને રોયલ્ટી વિભાગને ગેરવલ્લે દોરવા માટે નદીમાં ખોદેલી જગ્યા પર પાણી ભરીને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચુનો લગાડ્યો હોવાનું સામે આવ્યુ.

– ચાણસ્મા ના ધીણોજ પાસે નદીમાંથી માટીનું ખનન કરીને રોયલ્ટી વિભાગને ગેરવલ્લે દોરવા માટે નદીમાં ખોદેલી જગ્યા પર પાણી ભરીને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચુનો લગાડ્યો હોવાનું સામે આવ્યુ.

ગાંધીનગર સ્ટેટ રોયલ્ટી વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

ચાણસ્મા મહેસાણા હાઇવે પર હાલ ફોરલાઈન હાઈવે નું કામકાજ પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જનકભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટર દ્વારા માટીના પુરાણ નું કામ રાખેલ હોય બાજુમાં આવેલ નદીમાંથી ૧૦,૦૦૦ મેટ્રિક ટન માટેની રોયલ્ટી ભરીને હજારો મેટ્રિક ટન માટીની ઉઠાંતરી કરી સરકારી તિજોરી ને લાખોનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકાના ધીણોજ નજીક આવેલ એક નદીના પટમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા હજારો મેટ્રિક ટન માટીની ઉઠાંતરી કર્યા બાદ ખાણ ખનીજ વિભાગના તપાસમાં કોઈ જ પુરાવા હાથ ન લાગે તે માટે પાણી છોડાવીને ખાડો પાણીથી પુરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પાટણ ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ પણ શંકાના દાયરામાં હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ વિભાગ દ્વારા ગત સમયમાં સમીના એક ગામમાં રેડ પાડીને મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરોને પકડીને દાખલો બેસાડ્યો હતો. ત્યારે હવે પાટણ જિલ્લાના ધીણોજ ગામે પણ ખોદેલા કામકાજની તપાસ હાથ ધરીને મોટા ગજાના ભુ માફીયાઓ ને બહાર લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ફોરેસ્ટ વિભાગને અંધારામાં રાખીને મોટા પ્રમાણમાં વૃક્ષો નું કટીંગ કરી નાખ્યું.

ચાણસ્મા તાલુકાના ધીણોજ પાસે નદીના પટમાંથી કહેવાતા ગૌચરમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા હજારો મેટ્રિક ટન માટેની ઉઠાંતરી કરી હતી. જેમાં આસપાસ ઉગેલા વૃક્ષોનું પણ વન વિભાગમાં જાણ કર્યા વગર જ નિકંદન કરતા વૃક્ષ પ્રેમી લોકોમાં ભારે નારાજગી ફેલાય છે‌ ત્યારે આવા કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને અપીલ કરવામાં આવી છે.

હીટાચી મશીનના ઓપરેટરે જણાવ્યું કે ૩૫૦૦ થી ૪૦૦૦ હજાર ગાડી ભરવામાં આવી.

આ બાબતે હિટાચી મશીનના ઓપરેટર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે ૩૫૦૦ થી ૪૦૦૦ ગાડી માટી ભરવામાં આવી છે. જ્યારે અંદાજિત એક ગાડી ની અંદર ૪૦ મેટ્રિક ટન વજન ભરાતું હોય તો ૩૫૦૦ થી ૪૦૦૦ ગાડીમાં અંદાજ મારવામાં આવે તો એક લાખ ચાલીસ હજાર મેટ્રિક ટન જેટલી માટીની ઉઠાતરી કરી હોવાનું અનુમાન લગાવી શકાય છે. તો તેની સામે કોન્ટ્રાક્ટર દ્વારા ૧૦.૦૦૦ મેટ્રિક ટનની પરવાનગી લીધેલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે આ બાબતે ગાંધીનગર સ્ટેટ દ્વારા તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર જનકભાઈ પટેલ દ્વારા સરકારી તિજોરી ને લાખો રૂપિયાનો ચુનો લગાડ્યો હોવાનું બહાર આવી શકે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

તેમજ દર્શાવેલ વીડિયોમાં દેખાતી ૧૨ ગાડીઓમાં થી સરકારના નિયમોનુસાર કેટલી ગાડીઓમાં જીપીએસ લગાવવામાં આવ્યા છે તેમજ કેટલી ગાડીના રોયલ્ટી પાસ કાઢવામાં આવ્યા છે જેની તપાસ કરવામાં આવે તો સંપૂર્ણ કૌભાંડનો ભાંડો ફૂટી શકે તેમ જાગૃત નાગરિકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai