ચિહ્નિત દુકાનોમાં સુરત પોલીસ અને ગૌરક્ષકોની ટીમ ત્રાટકતા જ મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસે આ માંસ જપ્ત કરીને FSL ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપ્યું હતું. FSLમાં પરીક્ષણ બાદ આ માંસ ગાયનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ત્રણ ઠેકાણે દરોડા પડ્યા હતા. હાલ પોલીસે શેખ મસ્તાન, શેખ અણસાર અને મોહંમદ શેખ ઉર્ફે બૂડન ખૈરાની શેખ નમન આરોપીઓની ધરપકડ કરી હતી.હાલ આ મામલે પોલીસે બાળખ મહોલ્લો, માન દરવાજાના રહેવાસી શેખ અંસાર શેખ ખૈરાતી, રઝાનગર-ડિંડોલીના રહેવાસી શેખ મસ્તાન અને ખાઝાનગર, માન દરવાજા પાસે રહેતા મોહમ્મદ ઉર્ફે બુડન ખૈરાની શેખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ત્રણેય દુકાનોમાંથી 160 કિલો ગૌમાંસ, માંસ કાપવાના ટીબલા, મોટા છરા સહિત 21590 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
