પી.જીમાં રહેતા છોકરાઓનાં રહેણા વિસ્તારમાં એકી સાથે છ મોબાઈલ ની ચોરી થઈ હતી. જે બાદ સરથાણા પોલીસમાં ફરીયાદ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે સરથાણા પોલીસે અલગ અલગ ટીમ બનાવી. હ્યુમન સોર્સિસ અને સીસીટીવીને આધારે એક મહિલા ડિટેક્ટ કરી હતી..
જેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલંસ ના આધારે સચોટ બાતમીનાં આધારે ડીંડોલીનાં સંતોષીનગર જુપડ્ડપટ્ટી પર થી એક મહિલા ને ઝડપી પાડવામાં આવી હતી..
જેમાં સરથાણા પોલીસે આરોપી મહીલાની પુછપરછ કરતા તમામ છ મોબાઈલ રિકવર કર્યા હતા આ મોબાઈલ આની સદસ્ય અગાઉ પણ મોટી ચોરીને અંજામ આપી હતી. જેમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે આ સાથે જ મહત્વની વાત એ છે કે આ ચોરોની મોડસ ઓપરેન્ડી મુજબ વહેલી સવારે ગંગા બેહરા અને ગરીબ દર્શાવી સૌપ્રથમ રેતી કરતા હતા સાથે જો પકડાઈ જવાનો ડર લાગે અથવા તો કોઈ જનતા પકડી પાડે તો પોતે ગુંગા બેહરાનું સર્ટિફિકેટ અથવા ડુપ્લીકેટ કાર્ડ બતાવી છટકી જતા હતા અને ત્યારબાદ પણ વહેલી સવારે લોકો દરવાજો ખુલ્લો રાખી સુવાની ટેવ વાળા ઘરોને સૌપ્રથમ ટાર્ગેટ કરવામાં આવતા જેની રેકી કર્યા બાદ વહેલી સવાર ચોરીને અંજામ આપતા…… આ ચોર ગેંગની મહિલા સદસ્યને સરથાણા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી
આ ચોરીની ઘટના માં અંદાજે ૬ મોબાઈલ જેમા ૪ આઈફોન, ૧ સેમસંગ અને એક અન્ય કંપનીનો મોબાઈલ જપ્ત કરવામાં આવતા હતા.. જે મોબાઈલની કુલ કીમ્મત ૧,૯૨૦૦૦ ની રકમનાં મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા …..
