કોટ વિસ્તારના ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો મોડી રાત્રી સુધી રહેતા હોય પાલિકાની ટીમ સફાઈની કામગીરી કરી શકતા નથી. જેના કારણે પાલિકાના સફાઈ કામદારોએ સવારે સફાઈ કરવી પડી રહી છે. આ વિસ્તારમાં ગેરકાયદે દબાણના કારણે કચરો ઉલેચી શકાતો નથી અને પાલિકાના કામદારો પણ જઈ શકતા નથી. સમગ્ર વિસ્તારમાં સવારે પાલિકાના કર્મચારીઓ સફાઈ કરે ત્યાં સુધી ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા લોકો કહે છે, દબાણના કારણે સફાઈની કામગીરી ન થતી હોય તેવો સુરતમાં આ પહેલો બનાવ છે. માથાભારે દબાણ કરનારાઓ પોલીસ અને પાલિકા તંત્રને પણ ગાંઠતા નથી અને ગંદકી રહેતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત નો ક્રમ પાછળ ધકેલાઈ તેવી શક્યતા નકારી શકાતી નથી. ઓછું હોય તેમ હવે દિવસ દરમિયાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી કરતા કર્મચારીઓ સાથે પણ સ્થાનિક દુકાનદારો ઉદ્ધત વર્તન કરીને કામગીરી પર અડચણ ઉભી કરી રહ્યાં છે.
થોડા સમય પહેલા ચૌટા બજાર વિસ્તારમાં સવારે ગારમેન્ટ કલેક્શન ની ગાડી આવી હતી. આ ગાડી એક દુકાન બહાર ઉભી રહીને કર્મચારી કચરો લેવા માટે ગયો હતો. જેમની દુકાન સામે ગાડી ઊભી રહી હતી તેણે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનને ગાડીની ચાવી કાઢી લીધી હતી અને કર્મચારી સાથે વર્તન કર્યું હતું. આ વેપારીએ એવું કહ્યું હતું કે મારી દુકાન આગળ બીજી વાર ગાડી મૂકતો નહીં અહીં વાસ આવે છે. ભારે રક્ષક બાદ તેણે ગાડીની ચાવી આપી હતી આ મુદ્દે પાલિકાએ પોલીસને જાણ કરી છે પરંતુ પાલિકા કે પોલીસ તરફથી ગાડીની ચાવી કાઢી લેનાર વેપારી સામે કોઈ આકરા પગલા ભરવામાં આવ્યા નથી.
પાલિકાના સફાઈ કામદાર ઉપરાંત હાલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારી સાથે પણ કેટલાક લોકો વર્તન કરી રહ્યા છે તેના કારણે સફાઈની કામગીરી પર માઠી અસર પડી રહી છે. જો આવી જ રીતે પાલિકાના કર્મચારીઓનું મોરલ તોડવામાં આવે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પાછળ ફેલાય તેવી શક્યતા નકારી શકાતી
ન્યુઝ ક્રેડીટ બાઈ “ગુજરાત સમાચાર”
