સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે લીંબાયત પોલીસે 3.94 કિલો ગાંજા સાથે સલમાન શેખ અને હુસેન નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને બાતમીના આધારે નીલગીરી મેદાન તરફ પોલીસ વોચમાં હતી. આ દરમિયાન પોલીસના હાથે બે આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
લીંબાયત પોલીસે બાતમીના આધારે સલમાન શેખ અને હુસેનની ગાંજા સાથે ધરપકડ કરી હતી. આરોપી મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને લાવ્યા હતા અને ગાંજો વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા હતા. ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
આ રેડમા પ્રતીબંધીત ગાંજો ૩૯,૪૦૦ અને એક મોપેડ શહીત ૮૯,૪૦૦ નો મુદ્દામાલ જડપી પાડ્યો હતો.. હાલ લીંબાયત પોલીસનાં સર્વેલંન્સ પી.એસ.આઈ ઓડેદરા સઘન તપાસમાં જોડાયા છે કે આ ગાંજો કોની પાસેથી ખરીદાયો હતો અને કોને પહોચાડવાનો હતો..
