
કોને મળશે લાભ ?
જેમના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટરથી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ અપાયો છે. આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે. જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
