Day: March 13, 2024

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીદીઠ માસિક રૂ.600 પ્રમાણે વાર્ષિક 6 હજાર રૂપિયાની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે. કોને મળશે લાભ ? જેમના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટરથી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ અપાયો છે. આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે. જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Pelli Poola Jada
Poola Jada