ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ઊપર થયેલ મારામારી તથા તોડફોડ કરેલ આરોપીઓ ને તાત્કાલીક ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ
ગઇ તારીખ તા.૧૭/૦૬/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે આશીફ પીજારી તથા તેની સાથે આવેલ બે અજાણ્યા સખ્સો એ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ના દરવાજાના કાચ તથા પ્રવેશનાં સી.સી.ટી.વી. કેમેરો તોડી રૂ.૭૫,૦૦૦/- નુ તથા બી.આર.ટી.એસ. બસ રજી.નં.GJ-05-BX-3480 નો પાછળનો કાચ તોડી રૂ.૨૦,૦૦૦/- નુ એમ કુલ્લે રૂ.૯૫,૦૦૦/- નુ જાહેર મિલકતને નુકશાન ફરાર ગયેલ હતા આ ગુનાની ફરીયાદ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવી હતી જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન નોંધાયેલ એફઆઈઆર નંબર એ-પાર્ટ ગુ.ર.નં ૧૧૨૧૦૦૭૦૨૪૦૬૭૧ /૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૪૨૦,૧૧૪ વિગેરે મુજબ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો
ઉપરોકત ગુનાના આરોપી ને તાત્કાલીક પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પો.ઇન્સ.વી.એમ.દેસાઇનાં માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ એસ.જી.ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફએ આ ક આરોપીઓ (૧) આશીક રહેમાન પીંજારી ઉ.વ -૨૬ ધંધો- નોકરી રહે- રજ્જાયોક ભીડી બજાર ઉન સુરત (૨) નાસીર અમીર પઠાણ ઉ.વ- ૧૯ રહે- સી- ૪૯ રૂમ નં – ૧૫ ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત (૩) સાકીબ મોસીન અંન્સારી ઉ.વ- ૧૯ રહે- ૧૭,નરાની પાર્ક ઉન સબજી માર્કેટ ની પાસે ભેસ્તાન સુરત ને જડપી પાડી વપરાયેલ મુદ્દામાલ રીકવર કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
ડીટેકટ કરેલ ગુનો: ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર-૧૧૨૧૦૦૭૦૨૪૦૭૪૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૪૨૭, ૨૯૪(ખ), ૧૧૪ મુજબ વિગેરે કલમો લગાવી ગુનો દાખલ કરાયો.
