મહુવા પોસ્ટે વિસ્તારમાથી ગેરકાયદેસર HPCL તથા BPCL કંપનીના રાંધણ ગેસો તથા કોમર્શિયલ ગેસના બાટલાઓનો સંગ્રહ તેમજ વેચાણ કરનાર ઇસમોને ઝડપી પાડતી સુરત જિલ્લા એસ.ઓ.જી.પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી, હિતેશ જોયસર સા.શ્રી નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સબંધી બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી શાખાના ઈ.ચા.પો.ઈ.શ્રી આર.બી.ભટોળ સાહેબ દ્વારા એસ.ઓ.જી શાખાના માણસોને જરૂરી સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના અધિકારી/કર્મચારી નાઓ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવામાં આવેલ.
જેમાં આજરોજ પો.સ.ઇ. વી.આર.ઠુમ્મર સાહેબ સાથે એસ.ઓ.જી.શાખાના માણસો મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમયાન સાથેના અ.હે.કો.ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પો.કો. પરશુરામ દિલિપભાઈ ને તેઓના ખાનગી બાતમીદારથી સંયુકત બાતમી હકિકત મળેલ કે “અશોકભાઇ ચુનીલાલ પટેલ રહે- કરચેલીયા ગામ, અનાવલ મહુવા રોડ તા-મહુવા જી-સુરત તથા પિનાકીનભાઇ ધનસુખભાઇ પટેલ રહે- જૈન ફળીયુ, કરચેલીયા ગામ તા-મહુવા જી-સુરત ખાતે રહેતા ઇસમો ગેરકાયદેસર રીતે રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના બાટલાઓ વગર પાસ પરમીટે તેઓના ઘરમા સંગ્રહ કરી કોઇ ફાયરસેફટીના સાધનો રાખ્યા વગર માનવજીવન ને જોખમરૂપ થાય તે રીતે ગેસના બાટલાઓનુ વેચાણ કરે છે.” તેવી ચોકકસ બાતમી હકિકત મળતા બન્ને બાતમીવાળી જગ્યાએ વારાફરતી ચેક કરતા બન્ને જગ્યાએથી અલગ અલગ મુદ્દામાલ મળી આવેલ છે. જે નીચે મુજબ છે.
જેમા અશોકભાઇ ચુનીલાલ પટેલ રહે- રહે-બાવરીફળીયુ ઘરનં-૫૨૧ કરચેલીયા તા- મહુવા નાઓ ના કબ્જા વાળા રહેણાક મકાનના પાર્કીંગમાંથી ઘરવપરાશના HP કંપનીના/ HPCL કંપની/ BPCL કંપનીના રાંધણ ગેસ/કોમર્શિયલ ગેસના ના ખાલી/ભરેલા ૧૪.૦૨ કિ.ગ્રા.ના તથા ૧૯ કિ.ગ્રાના બાટલાઓ કુલ્લે-૩૬ જેની ખાલી તથા ભરેલાની કુલ કી.રૂ. ૬૧,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. તથા પિનાકિન ધનસુખભાઇ પટેલ રહે-જૈનફળીયુ કરચેલીયા તા-મહુવા નાઓના ઘરના પાર્કીંગ માંથી મળી આવેલ ઘરવપરાશના HP કંપનીના/ HPCL કંપની/ BPCL કંપનીના રાંધણ ગેસના ના ખાલી/ભરેલા ૧૪.૦૨ કિ.ગ્રા.ના બાટલાઓ કુલ્લે-૩૪ જેની ખાલી તથા ભરેલાની કુલ કી.રૂ. ૬૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. તેમજ બન્ને જગ્યાએથી કુલ બાટલાઓ નંગ-૭૦ જેની કુલ કિં રૂ.૧,૨૧,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી બન્ને આરોપીઓની અટક કરી કાયદેસર કાર્યવાહી કરવા સારુ મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.
પકડાયેલ આરોપીનું નામ અને સરનામું
(૧) અશોકભાઇ ચુનીલાલ પટેલ ઉ.વ.૫૬ ધંધો-મજુરી રહે- બાવરીફળીયુ ઘરનં-પર૧, કરચેલીયા ગામ અનાવલ મહુવા રોડ તા-મહુવા જી-સુરત.
(૨) પિનાકિનભાઇ ધનસુખભાઈ જાતે પટેલ ઉ.વ.૪૩ ધંધો-ડ્રાઇવિંગ રહે-જૈન ફળીયુ ગામ કરચલીયા તા-મહુવા જી-સુરત.
આરોપીને જે ગુનામાં હસ્તગત કરેલ તેની વિગત
(૧) મહુવા પોલીસ સ્ટેશન ગુ.૨.નં- ૧૧૨૧૪૦૩૧૨૪૦૭૨૫/૨૦૨૪ ઈ.પી.કો. ૨૮૫, ૩૩૬ તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ-૧૯૫૫ ની કલમ.૩,૭ મુજબ
(૨) મહુવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૨૧૪૦૩૧૨૪૦૭૨૫/૨૦૨૪ ઈ.પી.કો.
૨૮૫, ૩૩૬ તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ-૧૯૫૫ ની કલમ.૩,૭ મુજબ
કાર્યવાહી કરનાર ટીમ
ઇ.ચા. પો.ઈ. શ્રી આર.બી.ભટોળ એસ.ઓ.જી.શાખા સુરત ગ્રામ્ય સુરત પો.સ.ઈ શ્રી વી.આર.હુમ્મર એસ.ઓ.જી.શાખા સુરત ગ્રામ્ય સુરત અ.હે.કો. ગિરિરાજસિંહ અશોકસિંહ એસ.ઓ.જી.શાખા સુરત ગ્રામ્ય સુરત પો.કો.અમૃતભાઈ ધનજીભાઈ એસ.ઓ.જી.શાખા સુરત ગ્રામ્ય સુરતપો.કો પરશુરામ દીલિપભાઇ એસ.ઓ.જી.શાખા સુરત ગ્રામ્ય સુરતપો.કો.રાહુલભાઈ માનાભાઈ એસ.ઓ.જી.શાખા સુરત ગ્રામ્ય સુરત
