પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણીસરમાં પિતરાઈ ભાઈએ છરીના આડેધડ ઘા મારી મહિલાની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી

પાટણ જિલ્લાના

સાંતલપુર તાલુકાના રાણીસરમાં પિતરાઈ ભાઈએ છરીના આડેધડ ઘા મારી મહિલાની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી

આડા સંબંધના વહેમમાં ખુની ખેલ ખેલાયો,અન્ય એક યુવક પર પણ જીવલેણ હુમલો કરાયો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણીસર આંતરનેશ ગામમાં એક મહિલાની આડા સંબંધની વહેમમાં હત્યા કરી દેવામાં આવી હતી. જે ઘટના ને પગલે પંથમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતક મહિલાના પિતાએ પોતાના જ ભત્રીજા વિરુદ્ધ પોતાની દીકરીની હત્યા કરવા બદલ ગુનો નોંધાવ્યો છે. જે ઘટના ને લઇને વારાહી પોલીસે હત્યાનો પ્રયાસ અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વારાહી પોલીસ મથકમાં રાણીસર ગામમાં રહેતા મામદ રહીમ ઈસ્માઈલભાઈ ભટ્ટી એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમની પત્ની નૂરબાઈ  તેઓના ઘરે હતા. તે સમયે રાત્રિના સમયે હોબાળા થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા, તે સમયે તેમનો ભત્રીજો ભટી ભાઈખાન ભચાયાભાઈ હાથમાં લાકડી લઈને ગામના ભટી રેમભા તાલબભાઈ સાથે બોલાચાલી કરતો હતો, તે સમયે ફરિયાદીની દીકરી હસીના પણ બાજુમાં ઉભી હતી. ત્યારે જ ભાઈખાને તેના હાથમાંની લાકડી રેમભાના માથામાં મારી હતી. તેમજ ફેટમાંથી છરી કાઢીને હસીનાના પેટમાં ઉપરા છાપરી બે ઘા મારી દેતા બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના ને પગલે આસપાસમાંથી લોકો દોડી આવતા આરોપી ભટી ભાઈખાન ભચાયા ભાઈ નાસી છૂટ્યો હતો. લોકોએ ઇજાગ્રસ્ત હસીનાબેન તથા રમભાને સારવાર અર્થે ખસેડતા હસીનાબેનને વધુ ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર સદારામ હોસ્પિટલ રાધનપુર ખાતે લાવ્યા બાદ પાટણની લાઈફલાઈન હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન બીજા દિવસે મૃત્યુ નીપજ્યું હતું. તેમજ ઇજાગ્રસ્ત રમભાને માથાના ભાગે વાગેલ હોવાથી તેઓને રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા.

હસીના બેનનું મૃત્યુ થતા તેમના પિતા દ્વારા ભટી ભાઈખાન ભચાયાભાઈ ઈસ્માઈલભાઈ વિરુદ્ધ વારાહી પોલીસ મથકે ફરિયાદ આપતા વારાહી પોલીસે આઈપીસીની કલમો 302 અને 307 હેઠળ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે .

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool