ચૂંટણીલક્ષી જામીન આપવાના છે એમ કહીને ગોવાભાઇ આહીર ને પોલીસ સ્ટેશને બોલાવીને બેફામ પીએસઆઇ અને કોસ્ટેબલે મળીને ખૂબ માર માર્યો.
ગુજરાત પોલીસમાં હાલ ખૂબ બદનામ છે તેવામાં વધુ એક કિસ્સો ગુજરાત પોલીસ નો બનાવ સામે આવ્યો છે જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામના રહેવાસી અને સામાજિક કાર્યકર ગોવાભાઈ આહીરને સાંથલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામના રહેવાસી સામાજિક કાર્યકર ગોવાભાઇ આહીર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ દ્વારા જુના કેસ સંદર્ભે જેમાં ગોવાભાઇના ભાઈ કમલેશભાઈ નું અપહરણ કરી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેમાં આરોપીઓ દ્વારા કમલેશભાઈ નો મોબાઇલ જુટવી અને પુરાવાઓનો નાશ કરી દેવામાં આવ્યો હતો જેનો સમયગાળો લાંબો વીતી જતા. આ મોબાઈલ બાબતે સ્થાનિક સાંથલપુર પોલીસ સ્ટેશને અવારનવાર ગોવાભાઇ આહીર અને કમલેશભાઈ દ્વારા તપાસ કરવા બાબતની ઇન્કવાયરી કરવા માટે જતા હતા પરંતુ સ્થાનિક સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને કોસ્ટેબલ વગેરેઓ આરોપીઓ સાથે મળેલા હોય એવું જણાઈ આવેલ હતું અને તે મોબાઈલ અંગે કોઈ પણ કાર્યવાહી કે આરોપીઓ વિરુદ્ધ પણ પગલા ભરવામાં આવેલ ન હતા.
આજ કેસનું ખાર રાખી અગાઉ ગોવાભાઇ આહીર વિરુદ્ધ એક વર્ષ પહેલા ખોટો ગુનો દાખલ થયેલો હતો જે બાબતે તારીખ 12/4 ના રોજ પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવ્યું હતું કે તમારે ચૂંટણીલક્ષી જામીન દેવાના હોય જામીન લઈને આવો તેમ કહી ગોવાભાઇ આહીર અને સાથે રહેલા તેમના મોટા બહેનને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોસ્ટેબલ ને વાતચીત કરતા એણે પણ એવું જ કહેલું કે તમારે ચૂંટણીલક્ષી જામીન દેવાના છે તમે છાનામુના બેસી જાવ ત્યારબાદ વેર ઝેર અને દુશ્મન જેવું વ્યવહાર કરીને કોન્સ્ટેબલે સૌપ્રથમ બે ફામ ગોવા ભાઈ આહીરને માર મારવામાં આવ્યો હતો અને સાથે જ બેફામ ગાળો પણ દેવામાં આવી હતી. ત્યાંથી ન અટકતા પીએસઆઇ હિતેશભાઈ આવી જતા. કોન્સ્ટેબલ અને પીએસઆઇ સાથે મળીને ગોવાભાઇ આહીર ના બેન ની સામે જ બેફામ વાણી વિલાસ કરી અને ઢોર મારવામાં આવ્યો હતો તથા ગોવાભાઇ આહીર ના બહેનને પણ સાંથલ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓએ પણ દૂરવ્યવહાર કરી બેસાડી રાખ્યા હતા.
પીએસઆઇ અને કોન્સ્ટેબલ ત્યાંથી ન અટકતા ગોવાભાઇ આહીર અને તેમના બહેનને ધમકી આપવામાં આવી હતી કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ થાય એ કરી લેવાની છૂટ અમારું કોઈ બગાડી નહીં લે અમને કોઈ ફરક પડતો નથી.. આ અનુસંધાને સ્થાનિક તથા કેન્દ્રના સરકારને પણ ફરિયાદ કરવામાં આવી છે સાથે જ ચૂંટણી પંચ ભારત સરકાર અને ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્યને પણ આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે સાથે ગૃહ મંત્રી ડી જી પી અને એસપી સાહેબને પણ ફરિયાદો રવાના કરી અને તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગણી કરી કરવામાં આવી છે.. સાથે જ માંગણી કરવામાં આવી છે કે તારીખ 12/ 4 ના સમગ્ર ઘટના સ્થાનિક સાંતલપુર પોલીસ સ્ટેશન સીસીટીવી માં કેદ થયેલી છે જે જપ્ત કરી જવાબદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે તથા જો એ સીસીટીવી ફૂટેજ ને સગેવગે કરવામાં આવ્યા હોય તો જવાબદાર ઓપરેટર વિરુદ્ધ પણ કાયદેસર પગલાં ભરવામાં આવે….
