બહેનપણીએ મહિલાના અન્ય પુરૂષ સાથે સુતા ફોટો મોકલી લખ્યું, યે તો ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે.. બ્લેકમેલ કરી કર્યું આવુ કામ…

  • શહેરનાં પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ જ અન્ય મહિલાની ગરીમાં ન જાળવી તેને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નરોડા વિસ્તારમાં રહેતી અને લોન એજન્ટ તરીકે કામ કરતી 35 વર્ષીય મહિલાએ 3 લોકો સામે સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 
    અમદાવાદનાં નરોડા વિસ્તારમાં રહેતી અને લોનનું કામ કરતી સુનિતા (નામ બદલેલ છે) પાસે વર્ષ 2015માં લોનના કામ માટે આવતા પુજા દાવર અને તેના પતિ રાજેશ દાવર પરિચયમાં આવ્યા હતા. જે બાદ સુનિલા અને પુજા વચ્ચે ઘર જેવો સંબંધ થતા એક બીજાના ઘરે અવર જવર થતી હતી અને સુનિતા પુજા દાવરના પતિ રાજેશભાઈ દાવરને દર વર્ષે રાખડી પણ બાંધતી હતી.
    જુલાઈ ઓગસ્ટ 2022 માં પુજા દાવરની મિત્ર મંજુ આહુજા ઉર્ફે સોનીયાને લોન લેવાની હોવાથી સુનિતા તેના નરોડા ખાતેના ઘરે બે ત્રણ વાર ગઈ હતી. સુનિતા સાથે લોનનું કામ કરતા રાકેશ ભરડવાને પણ પુજા બોલાવતી હતી.
    તેવામાં એક દિવસ રાકેશ ભરડવા પુજાના ઘરે હતો અને સુનિતા પણ ત્યા હાજર હતી ત્યારે પુજાએ સુનિતા અને રાકેશને ઠંડુ પીણુ પીવા માટે આપ્યું હતું. જે પીધા બાદ સુનિતા બેભાન થઈ ગઈ હતી. જે બાદ 22 ઓક્ટોબરના રોજ પુજાએ સુનિતાને વ્હોટ્સએપમાં સુનિતા અને રાકેશના કપડા પહેરેલી હાલતમાં સાથે સુતેલા ફોટો મોકલ્યા હતા અને લખ્યું હતું કે તમને દીવાળીની ગીફ્ટ આપું છું અને યે અભી ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હૈ, તેવો મેસેજ મોકલ્યો હતો. જે જોઈને સુનિતા ગભરાઈ ગઈ હતી અને રાકેશ ભરડવાને આ અંગે પુછતા તેણે પુજાને મળી લેવાની વાત કરી હતી.
    જે બાદ દિવાળી પછી સુનિતા પુજાને મળવા ગઈ હતી ત્યારે મંજુ આહુજા પણ ત્યાં હાજર હતી અને બન્નેએ સુનિતા પાસે 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને રૂપિયા નહી આપે તો વિડીયો અને ફોટો યુટ્યુબ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે સુનિતાએ પોતાનું ગોલ્ડ ગીરવે મુકીને 1.05 લાખ રૂપિયા મેળવી તેમાંથી એક લાખ પુજાને આપ્યા હતા. બાદમાં રાકેશ ભરડવાએ ફોન કરી અવારનવાર પુજાનો ફોન તેને આવે છે જેના કારણે તેને બ્લોક કરી હોવાનું જણાવ્યું હતું. જે પછી સુનિતા પુજાને ફરી મળવા જતા તેણે બાકીના એક લાખ માંગ્યા હતા જેના કારણે સુનિતાએ પોતાના અન્ય એક મિત્ર પાસેથી 90 હજાર રૂપિયા લીધા અને ઘરમાંથી 10 હજાર કાઢી એક લાખ પુજાને આપ્યા હતા. જે બાદ પુજાએ ફોટા વિડીયો ડિલીટ કરી દેવાની બાંહેધરી આપી હતી. 
    જે બાદ ત્રીજા મહિનામાં ફરીથી પુજાએ ફોન કરી વધુ એક લાખ રૂપિયા આપી દે તો કારા વિડીયો ફોટો તારી સામે જ ડિલીટ કરી નાખીશું તેમ જણાવી ડરાવી હતી. સુનિતાનો ઘર સંસાર ન બગડે તે માટે તેણે પોતાના બાળકોનુ સોનુ અને પોતાના બાકી સોનુ ગીરવે મુકી 67 હજાર રૂપિયા મેળવ્યા અને બાકીના 33 હજાર ઘરમાંથી કાઢી એક લાખ રૂપિયા પુજાને તેના પતિ રાજેશની હાજરીમાં આપ્યા હતા. અને પુજાએ પોતાના ફોનમાંથી સુનિતાના ફોટો વિડીયો તેની હાજરીમાં ડિલીટ કરી નાખ્યા હતા.
Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai