કેશોદ માં બની અત્યંત ક્રૂર હચમચાવી નાખનારી ગોઝારી ઘટના
12-ગૌવંશ (નંદી) ને ઝેરી દવા ખવડાવી મોત ને ઘાટ ઉતારતા માનસીક રોગીઓ
અમને એક ફોન આવે છે અને જણાવે છે કે 1 નંદી દેવ થઈ ગયેલ છે અને બીજો નંદી તરફડીયા મારી રહ્યો છે વાત મળતા અમે સીધા બનાવ વાળી જગ્યા પર પોહચ્યા ત્યાં જઈ ને જોયું તો તરફડીયા નાખતો બીજો નંદી પોતાનો જીવ ગુમાવી ચુક્યો હતો અમને એમ થયું કે કોઈક ઝેરી જનાવર કરડી ગયું હશે અથવા કોઈક દવા છાંટેલ પાક ખાઈ ને આવું થયું હશે એમ માની એમને સમાઘી આપવાની તૈયારી માં લાગ્યા ત્યાં હજુ 15 મિનિટ નહિ થઈ હોઈ ત્યાં એ જ પોઝીશન માં બીજા 2 નંદી જોવા મળ્યા જોઈ ને આંચકો લાગ્યો ફટાફટ રાધેકૃષ્ણ ગૌ સેવા હોસ્પિટલ ની ગાડી બોલાવી તેમને સારવાર આપવા લાગ્યા પણ કોઈકે મોટી માત્રા માં તેઓને ખાવામાં ઝેર આપ્યું હોઈ ઘણી સારવાર પછી એ 2 નંદી પણ મૃત્યુ પામ્યા અમે આ ઘટના જોઈ હચમચી ગયા આંખો માં પાણી આવી ગયા હજુ એમાંથી બાર ન નિકળા ત્યાં બીજા 2 કોલ આવ્યા ને જણાવ્યું કે એ જ જગ્યા પર 2 નંદી નું મૃત્યુ થયું છે અમે સ્થળ પર જઈ ને જોયું તો અગાઉ જે નંદીઓ મોત ને ભેટેલ એ જ હાલત માં આ નંદીઓ નું પણ મૃત્યુ થયું અમે અવાચક બની ગયા આ ઘટના જોઈ અમારા મોઢા માં થી એક શબ્દ ન નીકળે અને આંખો માં ઝેર કાવતરા ની જાણ થઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પર જાણ કરી કેશોદ પોલીસ સ્ટેશનથી સ્ટાફએ આવી ગંભીર હાલત જોઈ તાત્કાલિક તપાસ ચાલુ કરી તપાસ માં અમુક અંશે માહિતી મળી એ એ ખુલી જગ્યા પર અમે પોલીસ સાથે આગળ વધી રહ્યા હતા ત્યાં પણ એક નંદી જોવા મળ્યો જે સ્થીર ઉભો હતો એમને આવો કોઈ પ્રોબ્લેમ નથી ને એ જોવા એમને મેં 2 ડગલાં ચલાવ્યો ત્યાં તો એ પણ એ જ જગ્યા પર પડી ગયો તાત્કાલિક સારવાર આપી પરંતુ પરિણામ એ જ 20 મિનિટ માં એ પણ એમનો જીવ ગુમાવી દીધો અમારી આંખ આ ક્રૂર ઘટના સહન ન કરી શકી અને રડાઈ ગયું પછી એ એરિયા માં હાજર બધા નંદીઓ ને ગૌરક્ષકો દ્વારા એન્ટી બાયોટિક આપવાનું ચાલુ કર્યું અને બીજા નંદીઓ ને આવી અસર ન થાય એના માટે લાગી ગયા 7 નંદીઓ ના મૃત્યુ અમારી નજર સામે આ જૉઇ અમે હચમચી ગયા ને દોડ્યા પોલીસ સ્ટેશન ત્યાં જઈ ફરિયાદ આપી પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈ બીજા દિવસે આ તમામ નદીઓનું પી.એમ કરાવ્યું ગવર્મેન્ટ પશુ ડોકટર દ્વારા અમને જણાવ્યું કે આને જાણી જોઈને ઝેરી દવા આપેલ છે પી.એમ સમયે એ પણ જાણવા મળ્યું કે ઝેરી દવા થી નંદીઓ ને અંદર થી તમામ વસ્તુઓ 100% ડેમેજ કરી નાખેલ છે સાથે સાથે અંદર થી 50 થી 80 કિલો સુધીની પ્લાસ્ટિક ની ગાંઠો નીકળી આ બધું અમે બધા અવાચક બની ને જોતા રહ્યા કારણ મોઢા માં થી એક શબ્દ નોહતો નીકળતો અને આ બધું ક્રૂરતા જોઈ આંખો રડી રહી હતી આ નંદીઓને હિન્દૂ વિધી થી સમાધી આપી તેમના જીવ ને શાંતી મળે એવી પ્રાર્થના કરી
ઘટના અહીંયા પુરી નથી થઈ જતી
સવારે પાછો ફોન ધુણ્યો જાણકારી મળી કે કેશોદ માં જ અન્ય જગ્યા પર બીજા 4 નંદીઓ મૃત હાલત માં છે અમારા માટે આ બધું શુ થઈ રહ્યું હતું એ શોક બરાબર હતું એ 4 નંદીઓને પણ પોલીસ પ્રક્રિયા કરી આજરોજ પી.એમ કરી સમાઘી આપી અને આ ઘટના ની આજરોજ એફ.આઈ.આર કેશોદ પોલીસ સ્ટેશનમાં પી.આઈ શ્રી જાદવ સાહેબ, દેવાભાઈ ભારાય અને સુખદેવ સિંહ ના સંપૂર્ણ સહયોગ થી દાખલ કરી અને પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ કરી આ ખાટકીઓ ને પકડવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે
લેખન, રાઈટર, ગૌ રક્ષક “જયુભાઈ ગરેજા ની ફેસબુક પર થી











