કચ્છ:રામવાવ ગામે ગૌચર પર દબાણ કરનાર 22 પર સામુહિક લેંડ ગ્રેબિંગ

મિશન માતૃભૂમિ અને રામવાવનાં ગૌપ્રેમી શિવુભા જાડેજા લડાઈ રંગ લાવી…

રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નિમ થયેલી જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા છ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, જોકે તેમ છતાં સંપૂર્ણ દબાણો દૂર ના થતા અરજદારે ગાયો ના ચારિયાન માટેની લડત ચાલુ રાખતા હવે ખુદ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

 

રામવાવ ગામના ઇન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ કલેકટરના હુકમના આધારે રાપર પોલીસમાં આપેલી ફરીયાદ અનુસાર રામવાવ ગામની ગૌચર નીમ વાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામ જનો દ્રારા દબાણ કરેલ હોવાથી, આ દબાણ દુર કરવા માટે રામવાવ ગામના શિવુભા દેશળજી જાડે જાએ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી. જે અંતર્ગત રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયત ને દબાણ દુર કરવા માટે હુકમ કરતા રામવાવ ગ્રામ પંચાયતે સદર દબાણ વાળી જગ્યાની માપણી માપણી કરાવતા સદર ગૌચર નીમ વાળી જગ્યા માં કુલ્લ 30 જેટલા દબાણો હોવાની અરજી મળતા તેની વહીવટી તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ દાખલ કરાઈ હતી.

 

તંત્રની સ્થળ તપાસમાં દબાણ કરતા (1) સામા લાલા મણવર (2) કાના ભચુ વરચંદ તથા (3) વસ રામ હીરા વરચંદ તથા (4)રેણા હીરા વરચંદ(5) ગોવિંદ ભુરા વરચંદ(6) ઈશા અભરામ માંજોઠી (7) લખમણ વાલા ઢીલા (8) સવા પેથા વરચંદ(9) માદેવા પેથા વરચંદ (10) માદેવા ધના મણવર (11) સવીતાબેન ભચુ સથવારા (12) સામા નારણ વરચંદ (13) ધારા પાંચા વરચંદ (14) પચાણ ભુરા સોનારા (15) સામા હભુ સોનારા (16) ડાયા બેચરા વરચં ૬ (17) સાજણ ગોપારા વરચંદ (18) રામા ધના સોનારા (19) ધારા ધના સોનારા (20) મોહન સામા રણમલ સોનારા (21) પચાણ સાજણ વરચંદ (22 ) પેથા હીરા વરચંદ વાળાઓ એ ગૌચર નીમ વાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા છે તેમજ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદેસર રીતે વાડ બાંધી કબ્જો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

 

ઉલ્લેખ નિય છે કે રામવાવ ગામે ગૌચર જમીન દબાણ વિરુદ્ધ મિશન માતૃભૂમિ અને  ગામના શિવુંભા જાડેજાએ અનેક વખત લેખિત તેમજ આંદોલનાત્મક રીતે લડત ચલાવી જમીન મુક્ત થવા રજૂઆતો કરી હતી. આખરે કલેકટર કચેરીના આદેશ અન્યવે હાલ 22 ઈસમો સામે સરકારી જમીન દબાણ ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

 

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Ai / Market My Stique Ai