ઓલપાડ પોલીસ ને મોટી સફળતા મળી 74 લાખના ગાંજા સાથે અઝીઝ સલીમ,શરીફાબાનુ,મોનું પાંડે ને જડપી પાડ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ પોલીસના પી.આઈ સી.આર. જાદવને અંગત બાતમીદારો મારફત મળેલી માહીતી અનુસાર ઓલપાડ તાલુકાના ખટોદરા ગામની સીમા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટી ના ખાનગી મકાનમાં રહેતા સૂર્યપ્રકાશ પાંડેના તેમના વસવાટનાં મકાનમાં કોઈ પણ જાતના પુરાવા કે પાસ પરમિટ વગરનું ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરી રહેલ છે. તેવી ખાસ અને અંગત માતમી મળતા ઓલપાડ પોલીસ હરકતમાં આવી હતી..
જે અનુસંધાને પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાં સીધા માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ સી.આર જાદવ તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો કરી અને ખાસ હ્યુમન સોર્સ નો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેના રહેણાંક વિસ્તારની અંદરના રેડ કરી હતી જેમના મકાનમાંથી 27.380 કિલોગ્રામ ગાંજો પકડી પાડ્યો હતો. જેની કિંમત 2,73,800 હતો..
પી.આઈ  એમ.બી.જાદવ દ્વારા મનુ પાંડેની સઘન કડક પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર નો હતો અને આજ અઝીઝ સલીમ નામનો શખ્સ તેમના મળતીયાઓ સાથે મોટા પ્રમાણે ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં રાખેલ હતો. તેવું મોનું પાંડે કહેતા ઓલપાડ પોલીસ વધુ હરકતમાં આવી હતી અને ઓલપાડ પોલીસ નો સમગ્ર સ્ટાફની ટીમ વર્કથી તથા માંગરોળ પોલીસનાં પી.આઈ  એમ.એચ સોલંકીનાં સહકાર થી તથા આરોપી મોનું પાંડે સાથે રાખી માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટાવર ફળિયામાંથી આરોપી અઝીઝ સલીમ શાહ ફકીર તથા શરીફાબાનું તે બાબુભાઈ સુલેમાન શાહને તેના કબજા વાળા મકાનમાંથી 712.950 કિલો ગ્રામ કિંમત રૂપિયા આશરે 71 લાખ 29,500 ના ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ સાથે જ મોટા પ્રમાણમાં કોફી કલરના સેલોટેપ વાળી બ્લુ કલરની કોથળી નંગ 372 તથા નંગ 23 તથા આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ એક પણ મળી આવેલ હતા આમ ઓલપાડ પોલીસે રહેણાંક વિસ્તારોમાંથી કુલ કિંમત 74,08,395 નો મુદ્દામાલ કબજે કરી ત્રણની ધરપકડ કરી તમામ ત્રણને કસ્ટડીમાં લઈ સઘન પુછપરછ કરી તપાસનો ધમધમાટ ઓલપાડ પોલીસ કરી રહી છે

આ સમગ્ર રેડમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ સી.આર જાદવ તથા માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એચ સોલંકી ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફની અથાગ પરિશ્રમથી અને સાથ સહકાર અને ટીમવર્કથી કાર્યવાહી કરવામાં આવી હતી….

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz Open / Ai Website / Ai Tool