ગીર સોમનાથ : શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતત 14માં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઇ કરે છે. ત્યાર બાદ બિજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપુજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે. આ ક્રમ 13-વર્ષથી ચાલી રહ્યો છે, આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઇમાં જોડાયા હતા. અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ગોલોકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા.
360 જેટલા સ્વયં સેવકો દ્વારા સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી , શશીભુષણ મહાદેવ ભીડીયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા
આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા શ્રી હરેશભાઇ સોની, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓ ને અપિલ કરવામાં આવેલ કે “સ્વચ્છતા ત્યા પ્રભુતા” યાત્રીઓ આ તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતા ના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યા-ત્યાં નહિ પણ કચરાપેટીમાં નાખે જેથી સ્વચ્છતા બની રહે. સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે, જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભુતી અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવિ લાગણી વ્યક્ત કરેલ હતી.
એહવાલ :- હાર્દીક જણકાટ
