નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જ્વા પામી છે.
નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જ્વા પામી છે. જેમાં ત્રણ રાજકીય પક્ષોના ચાર આરોપીઓ ભાજપા, કૉંગેસ ને આમ આદમી પાર્ટીના કાર્યકરોહોવાનું પત્રકાર પરિષદના નર્મદા પોલીસે ખુલાસો કરતા રાજકીય આગેવાનોમાં સોપો પડી ગયો છે
આજે રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ કરતા રેડ પાંચપીપળી રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમા સરકારી અનાજ ધંઉનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે થતો હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. છાપો મારતા રૂ.3 લાખ નો સરકારી અનાજકબ્જે કરી પકડાયેલ ઇસમો વિરૂધ્ધ નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે
