ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બદલ આજીવન કેદની સજા

પોલીસે આરોપી સામે સજજડ પુરાવા સાથે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થયા બાદ પબ્લીક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત અનેક લોકોના નિવેદનો અને પુરાવા સાથે દલીલો કરી હતી. આ કેસમાં સોમવારે સ્પેશિયલ જજ ટી.વી. આહુજાએ આરોપી ગુલામે મુસ્તફા ખલીફાને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ દંડની રકમ અને વળતર પેટે રૂ. 6 લાખ મળીને કુલ રૂ. 6.50 લાખ પીડિતાને ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

પીડિતા સહિત 20 સાક્ષીઓની જુબાની લેવાઇ હતી

આ કેસમાં ત્રણ વર્ષીય બાળકી સાથે કરાયેલા ગંભીર કૃત્ય અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે નવ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તો વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીમાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત 20 સાક્ષીની જુબાની સાથે સજ્જડ પુરાવા રજૂ કર્યા હતા. પોકસો એક્ટ હેઠળ પહેલીવાર માત્ર સાડા ત્રણ મહિનામાં કોર્ટમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી.

ગંભીર કૃત્યના વિરોધમાં લોકોએ રેલી કાઢી હતી

આરોપીના આ ગંભીર કૃત્ય બાદ હિન્દુ સંગઠનના આગેવાનો અને ગ્રામજનોએ ઉમરગામ પોલીસ મથકનો ઘેરાવ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાના બીજા દિવસે રેલી પણ કઢાઈ હતી, જેમાં હજારો મહિલાઓએ બેનરો પ્રદર્શિત કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool