વજીરાણીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જણાવ્યું કે, વધુ એન્જયોપ્લાસ્ટી કરવા માટે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાહુલ દ્વારા મને દબાણ કરવામાં આવતું હતું. તેમજ બાકીના રૂપિયા લેવા હોય તો અમે કહીને તેમ કરવું પડશે તેવી ધમકી આપતા હતા. અમે કહીએ તેમ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે તેવું કહેતા, 2ના હૃદય ચીરી મોત બાદ પણ મામલો શાંત પાડવા કહેતા હતા. પ્રશાંતને મામલો શાંત પાડી અન્ય સર્જરી કરવા આદેશ કર્યો. પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા. પરિજનને નિવેદન આપવું નહીં, પગાર નહીં મળેની ધમકી આપતા હતા.
ક્રાઈમ બ્રાન્ચની 3 ટીમ રાજશ્રી કોઠારીની શોધવામાં લાગી છે. કોઠારીને શોધવા માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ક્રાઈમ બ્રાન્ચમાં ધામા. 112 દર્દીઓના મોત મુદ્દે નિષ્ણાત તબીબોએ તપાસ શરૂ કરી, 3 વર્ષમાં 8534 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. PMJAY હેઠળ 3842 સર્જરી કરી જેમાંથી 112ના મોત થયા હતા. દર્દીની સર્જરી થઈ ત્યારે મેડિકલ સ્થિતિ કેવી હતી તેની તપાસ ચાલી રહી છે. કોઈ બિમારી હતી કે કેમ, મોતનું કારણ શું તે દિશામાં તપાસ ચાલુ. ફ્રોડ ડોક્ટર ટોળકીએ 4 વર્ષમાં કેટલી વિદેશ ટુર કરી તેની પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.











