(અહેવાલ – સોલંકી યુવરાજ)
દેવભૂમિ દ્વારકા ના ભાણવડ તાલુકા ના શેઢાખાઈ ગામે તા. 03-08-2024 ના રોજ હિન્દૂ બાવાજી યુવક ની હત્યામાં સંડોવાયેલા અન્ય 2 આરોપી ની અટકાયત દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી.
માતૃભૂમી ન્યૂઝ ના હેવાલથી દ્વારકા પોલીસ દોડતી થઈ
માતૃભૂમી ન્યૂઝ દ્વારા તા.10-08-2024 ના રોજ એક સમાચાર પ્રસારિત કરેલ કે શેઢાખાઈ ગામે હિન્દૂ યુવક ની હત્યા બાદ મુસ્લિમ સમાજ ના અમુક લોકો દ્વારા ફટાકડા ફોડી જશ્ન માનવવા માં આવ્યો અને હત્યા ના ષડ્યંત્ર કારીઓ હજી પણ બેખોફ બહાર ફરે છે, સમાચાર પ્રસારિત થતા તંત્ર દોડતું થયું અને તા,14-08-2024 ના રોજ અન્ય 2 આરોપીઓ (1). ઇસ્માઇલ ઉર્ફે બેરીયો સલેમાન દેથા (ઉ.23) અને (2).સુલતાન આમદ દેથા (ઉ.35) ની દ્વારકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી,
બનાવ ની વિગત
ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા હિન્દૂ બાવાજી યુવક યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા કે જેઓને તે જ ગામ માં રહેતી મુસ્લિમ રઝમા ઇશાભાઈ દેથા સાથે પ્રેમ થેયલ, પરંતુ બને અલગ અલગ ધર્મ ના હોવાથી રાજીખુશીથી લગ્ન થવા શક્ય ન હતા એટલે પોત પોતાની મરજી થી ભાગી ને 2023 માં લગ્ન કરેલ અને લગ્ન બાદ અન્ય શહેરમાં જ રહેતા હતા, લગ્ન ન દોઢેક વર્ષ પછી તેમના ઘરે દીકરી નો જન્મ થતા તે બને ખુશખુશાલ હતા, દીકરી ના જન્મ પછી યાજ્ઞિક અને હેતલ (રજમાં) પોતાની લાડકવાઈ દીકરી ને લઇ ને પોતના વતન પરત ફર્યા,
થોડા દિવસો બાદ હેતલ (રજમા) ના મોટાબાપા ઘરે આવી ને કહી ગયેલ કે હવે તમારે કોયથી પણ ડરવા ની જરૂર નથી, તમને અમારા સમાજ ના કોઈ પણ લોકો કઇ નહીં કરે, આવું કહી ને ચાલ્યા ગયા અને તેમના 4-5 દિવસે જ બપોર ના સમયે યાજ્ઞિક પોતના મિત્ર સાથે ગામ માં નીકળ્યો ત્યારે પાન ની દુકાન પાસે અગાઉથી જ ષડ્યંત્ર રચી ને આવેલ યાજ્ઞિક નો સાળો, કાકાજી તેમજ અન્ય ઇશમો દ્વારા યાજ્ઞિક સાથે ઝઘડો કરી ને અગાઉ થી જ મારી નાખવા ના ઇરાદા થી સાથે લઈ આવેલ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરેલ અને કુહાડી ના ઘા મારવા લાગ્યા , સાથે રહેલ મિત્ર બોલવા લાગ્યો કે રહેવા દો રહેવા દો પણ કોઈએ કઈ સાંભળ્યું નહીં અને સગા સાળા એ જ બનેવી નું ઢીમ વારી દીધું ડેકરો થતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા,
યાજ્ઞિક ને તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલમાં લઈ ગયેલ પણ વધુ સારવાર ની જરૂર લાગતા તેમને જામનગર હોસ્પિટલમાં રીફર કરવા નું કહેતા ત્યાંથી નીકળ્યા અને જામનગર પહોંચે તે પહેલાં જ સિક્કા ગામના પાટિયા પાસે જ હેતલ ના ખોળા માજ યાજ્ઞિક નું પ્રાણ પંખીડું ઉડી ગયું, અને બનવા હત્યા માં પલટાય ગયો,
પકડાયેલા આરોપીઓ
1-આદમ મુસા દેથા,
2–હોથી ઉર્ફે ડાડો કાસમ દેથા,
૩–જુમા મુસા દેથા,
4-ઓસમાણ મુસા દેથા,
5-સાજીદ ઈશા દેથા,
6-સલીમ હુસેન દેથા
મૃતક ની પત્ની હેતલબેન તેમની 45 દિવસ ની દીકરી ને લઈ ને પ્રશાસન પાસે ન્યાય ની ભીખ માંગે છે કે મને,મારી દીકરી ને અને મારા પરિવાર ને જાન નું જોખમ છે અને અમને ન્યાય આપો અને આ આરોપીઓ ને ફાંસી ની સજા આપો
દ્વારકા પોલીસ ની પ્રશાસનીય કામગીરી
હત્યા નો બનાવ બનતા જ શેઢાખાઈ ગામ પોલીસ છાવણી માં ફેરાય ગયું હતું, આગળ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને ગણત્રીની કલાકો માં આરોપીને પકડી પાડેલ હતા
અહેવાલ- યુવરાજભાઈ સોલંકી











