નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ ફાસ્ટેગ KYCની જરૂરિયાત છે. કેવાયસી પ્રક્રિયા પહેલી ઓગસ્ટથી શરૂ થશે અને ફાસ્ટેગના ગ્રાહકોએ NPCI દિશાનિર્દેશોનું પાલન કરવા માટે નિયમ સમય મર્યાદાની અંદર કેવાયસી અપડેટ કરવાની ખાતરી કરવાની રહેશે. ચાલો જાણીએ નવા નિયમો વિશે..
આ સાત ફેરફારો
5 વર્ષ જૂના ફાસ્ટેગને બદલવુંઃ 5 વર્ષથી વધુ જૂના ફાસ્ટેગને બદલવા પડશે.
3 વર્ષથી જૂના ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ: 3 વર્ષથી વધુ પહેલાં જારી કરાયેલા ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરાવવું જરૂરી.
વાહનની વિગતો લિંક કરવી: વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબર ફાસ્ટેગ સાથે લિંક કરવો પડશે.
નવા વાહનની રજિસ્ટ્રેશન અપડેટ: નવું વાહન ખરીદવાના 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરવાનો રહેશે.
ડેટાબેઝ વેરિફિકેશનઃ ફાસ્ટેગ પ્રોવાઈડર્સે તેમના ડેટાબેઝની ચકાસણી કરવી પડશે.
ફોટો અપલોડ જરૂરી: કારની આગળ અને બાજુના સ્પષ્ટ ફોટા અપલોડ કરવા જરૂરી.
મોબાઈલ નંબર લિંક કરવોઃ ફાસ્ટેગને મોબાઈલ નંબર સાથે લિંક કરવું ફરજિયાત છે.
વધુમાં, પહેલી ઓગસ્ટથી, કંપનીઓએ NPCIના આદેશોનું પાલન કરવું પડશે, જેમાં ત્રણથી પાંચ વર્ષ જૂના ફાસ્ટેગ્સ માટે KYC અપડેટ કરવું અને 31 ઓક્ટોબર સુધીમાં પાંચ વર્ષથી જૂના ફાસ્ટૅગ્સને બદલવાનો સમાવેશ થાય છે. વાહન માલિકોએ પણ 31 ઓક્ટોબર, 2024 સુધીમાં તેમનું KYC પૂર્ણ કરવું જરૂરી છે.
