ગીર સોમનાથ પોલિસ ની સરાહનીય કામગીરી થી પરિવાર ને 2 વર્ષ માં ન્યાય મળ્યો

દુષ્કર્મ નો આરોપી શામજી ભીખા સોલંકી
(અહેવાલ – મૌલિક ઝણકાટ)

ગીર સોમનાથ ના ઇતિહાસ માં પ્રથમ બનાવ

આજ થી બે વર્ષ પહેલા સગીર બાળા પર દુષ્કર્મ આચરી મોત ને ઘાટ ઉતારનાર નરાધમ ને કોડીનાર સેસન્સ કોર્ટે ફાંસી ની સજા સંભળાવી

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલા 12-06-2022 નાં રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર જંત્રાખડી જ ગામના શામાજી ભીખા સોલંકી દુષ્કર્મ આચરી બાળાની હત્યા કર્યાના ઘટનાનો કેસ આજે કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એસ.આઇ.ભોરાણીયા એ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે.

ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને ફાંસીની સજા નો ચુકાદો આપ્યો છે તેમ જ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા ૧૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

પોલીસ ની શું ભૂમિકા રહી ?

ગીર સોમનાથ પોલીસ દ્વારા બનાવ બન્યાના ફક્ત 25 દિવસ માં જ નિરપેક્ષ રીતે તપાસ કરી તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા સી.આર.પી.સી.કલમ-164 મુજબ 6 લોકોના નિવેદ લીધા, અન્ય 80 સાહેદો/પંચો ના નિવેદનો લઇ 250 પાના નું ચાર્જશીટ ત્યાર કરી 25 દિવસ માં જ નામદાર કોર્ટ માં રજૂ કરી આપેલ હતું.

સમગ્ર બનાવ શું હતો ?

ગત તારીખ 12-06-2022 ના રોજ જંત્રાખડી ગામની આઠ વર્ષની સગીરાને તે જ ગામના શામજી ભીખા સોલંકી નામના શખ્સે બીડી બાકસ લેવા મોકલીને પછી તેના ઉપર દુષ્કૃત્ય કરી તેની હત્યા કરી નાખી હતી, બાદ તેની લાશ ગામની સીમમા આવેલ 66.કેવી સબ સ્ટેશન પાસેના તળાવમાં નાખી દીધી હતી. લાશ ને બોરી મા પેક કરી ફેંકી આવ્યો હતો, જ્યાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા ગામના યુવાને તેના પર કરેલા હિસંક કૃત્યથી ચારે તરફ ફિટકાર વર્ષ્યો હતો.

કોડીનાર પોલીસે મૃતકના પરિવારજનો ફરિયાદ આધારે IPC કલમ- ૩૦૨,૩૭૬(૨)(જે), ૩૭૬(૨)(એમ), ૩૭૬(એ.બી.), ૩૭૬ (એ). તથા પોકસો એકટ કલમ-૪.૬. ૧૦ મુજબની ગુનો નોંધીને આરોપીને તરત જ ઝડપી લીધો હતો, જોકે આ ગુના ની ગંભીરતા સમજી તાત્કાલીક પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરી જેના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષક ગીર સોમનાથ મનોહરસિંહ જાડેજા તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ ના ઓમપ્રકાશ જાંટ તથા પોલીસ ઇન્સપેકટર એ.એમ.મકવાણા અને સંદીપસિંહ ચુડાસમા સહિત અધિકારીઓની ટીમ બનાવી તાત્કાલીક આરોપીને પકડી પાડી. ભોગબનનાર /મરણજનારનુ જામનગર ખાતે ફોરેન્સીક પી.એમ.પેનલ ડોકટરથી કરાવી જરૂરી મેડીકલ સેમ્પલો/કપડા કબજે કરવામા આવેલ. આરોપીના જરૂરી મેડીકલ સેમ્પલો/કપડા/ મોબાઇલ વિગેરે કબજે કરી તાત્કાલીક એફ.એસ.એલ.ગાંધીનગર ખાતે જરૂરી પરીક્ષણ કરાવી સત્વરે પરીક્ષણનો અહેવાલ મેળવી મરણજનારનુ મોત અંગે મેડીકલ ઓફીસર પાસે તાત્કાલીક ફાઇનલ કોઝ ઓફ ડેથ સર્ટી મેળવી. વધુમા તપાસ દરમ્યાન એક રીકન્ટ્રકશન પંચનામુ, બે ડીસકવરી પંચનામા તથા ક્રાઇમસીનનુ પંચનામુ કરી જરૂરી તમામ પુરાવા મેળવવાની કામગીરી કરવામા આવેલ તેમજ આ ગુનાના કામે સ્પેશિયલ સરકારી વકીલની નીમણુક સારૂ પણ દરખાસ્ત કરવામા આવેલ તેમજ સીટ દ્રારા પુરતા વૈજ્ઞાનીક પુરાવા તેમજ સી.આર.પી.સી.કલમ-૧૬૪ મુજબના કુલ-૦૬ નિવેદ નો તેમજ અન્ય સાહેદો મળી કુલ-૮૦ સાહેદો/પંચો સાથે આરોપી વિરૂધ્ધ કુલ-૨૫૦ પાનાનુ ચાર્જશીટ તૈયાર કરી તા.૦૮/૦૭/૨૦૨૨ ના રોજ માત્ર ૨૫ દિવસમા નામદાર કોર્ટમાં સબમીટ કર્યા હતા.

વકીલ મંડળે પણ નિર્માણ લીધો હતો

આ હીચકારા બનાવને ધ્યાને લઈ કોડીનાર વકીલ મંડળ દ્વારા પણ આરોપી તરફે નો કેસ કોઈ પણ વકીલ નહીં લડે તેવો નિર્ણય લેવાયો હતો, જ્યારે કોડીનારના એડવોકેટ કે.સી.ઉપાધ્યાએ મૃતકના પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે વિનામૂલ્ય કેસ લડવાની પણ જાહેરાત કરી હતી.

અને આજે બે વર્ષ પછી કોડીનારના એડિશનલ સેશન્સ કોર્ટના જજ ભોરાણીયાએ બનાવ અંગે કુલ-૫૫ દસ્તાવેજી પુરાવા સાથે જિલ્લા સરકારી વકીલ કેતનસીંહ વાળા ની ધારદાર દલીલ આધારે આજ રોજ આરોપીને નામદાર સેશન્સ કોર્ટ કોડીનારએ આરોપી શામજી ભીખા સોલંકી ને દોષીત ઠેરવી આરોપીને 302 ના ગુનામાં ફાંસીની સજા તેમજ ૨૫૦૦૦- દંડ અને 376 સહિત ની વિવિધ કલમો હેઠળ આજીવન સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો,
અને સાથો સાથ પીડિત પરિવાર ને વળતર પેટે 17 લાખ ચૂકવવા નો હુકમ કર્યો હતો આ ચુકાદા માં આરોપીને ફાંસીની સજા મળતા ભોગ બનનારના પરિવાર એ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીને સજા જાહેર થયા બાદ પીડિત પરિવારના લોકો તેમજ જ્ઞાતિબંધુઓ સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પીડિત પરિવાર સાથે ટેલીફોનીક વાત કરી ને સાંત્વના આપી હતી બે વર્ષ પૂર્વેની ઘટનામાં સરકારમાં છે પોલીસ તંત્ર માટે અને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ધીરજ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ન્યાય અપાવવામાં ક્યાં અધિકારીઓ નો સિંહ ફાળો રહ્યો ?

કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટ ન્યાયાધીશ એસ.આઇ.ભોરાણીયા

પોલીસ અધિક્ષક ગીર સોમનાથ મનોહરસિંહ જાડેજા

સુપરવિઝન અધિકારી મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ ઓમપ્રકાશ જાંટ

પોલીસ ઇન્સપેકટર એ.એમ.મકવાણા

પોલીસ ઇન્સપેકટર સંદીપસિંહ ચુડાસમા

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool