ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરો ને ટાર્ગેટ બનાવી ચોરી કરી અને તરખાટ મચાવનાર છ શખ્સોની તસ્કર ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લેતા મંદિરના પૂજારીઓ અને આમ ભાવિકોમાં ખુશી છવાય..
આ છ તસ્કરોએ ગીર સોમનાથ ઉપરાંત રાજ્યના અન્ય અનેક મંદિરો ને નિશાન બનાવ્યા હોવાની પોલીસને આશંકા.. પોલીસે સઘન તપાસ હાથ ધરી..મંદીરૉ માથી આભૂષણો દાગીના રોકડ ની ચોરી કરતા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે મંદિરોમાં ચોરી ની ઘટનાઓ વધી હતી. જે બાબતે પોલીસે ગુપ્ત રહે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને કોડીનાર પંથકમાંથી છ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે આ છ શખ્સોમાં-1- રાહુલ સોલંકી 2- ઘેલા ઉર્ફે રમેશ સોલંકી. 3- મહેશ ઉર્ફેક કાળું બામણીયા. 4- તુષાર ઉર્ફે મયુર ભાલીયા. 5- સાગર સોલંકી. અને 6- વિજય પરમાર સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લઇ અને ગીર સોમનાથની ચાર મંદિરોની ચોરી ની કબુલાત સાથે મુદ્દા માલ કબજે કર્યો છે..
આ આરોપી ઓ ની પ્રાથમિક પૂછપરછ મા ગીર સોમનાથમાં આવેલ તાલાળા ના ધણેજ નજીક આવેલ બાકૂલા ધાર પરના1- પીઠડ આઈ નું મંદિર. ગીર ગઢડાના ધોકડવા પર-2- માતાજીનું મંદિર કોડીનારમાં આવેલ-3- શિવ મંદિર અને સુગાળા ગામ નજીક-4- ખોડીયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. તો પોલીસે તેમની પાસેથી ચાંદિ ના ધાતુના ઢાળીયા ત્રણ પાંચ કિલો ચાંદી કીમત-2 લાખ..તેમજ રોકડા 49 હજાર રૂપિયા. તેમજ કુલ મુદ્દા માલ ₹2,72,300 નો કબજે કરી અને અન્ય વિસ્તારમાં કયા કયા મંદિરોમાં ચોરી કરેલી છે તેની પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
રિપોર્ટર:- મૌલિક ઝણકાટ
ગીર સોમનાથ
