પ્રાંસલી તથા પ્રાચી ખાતેથી આશરે રૂ.૭૩ લાખનો અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર ગઈકાલે બપોરે આકસ્મિક તપાસમાં ૨,૨૭,૬૭૫ કિ.ગ્રા. અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

પ્રાંસલી તથા પ્રાચી ખાતેથી આશરે રૂ.૭૩ લાખનો અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર

ગઈકાલે બપોરે આકસ્મિક તપાસમાં ૨,૨૭,૬૭૫ કિ.ગ્રા. અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

ગઈકાલે બપોરે જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને સીધા માર્ગદર્શન અને અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ સૂત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી ગામે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગેરકાયદેસર/શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આવી ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તથા તેની ઉપર નજર રાખવાના હેતુસર તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર અધિક નિવાસી કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા પુરવઠા ટીમ, મામલતદાર સૂત્રાપાડા તથા તેમની ટીમ, મામલતદાર તાલાલા તથા તેમની ટીમ તેમજ મામલતદાર કોડીનારની ટીમ દ્વારા સંયુકત રીતે વોચ ગોઠવી પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં અલગ-અલગ કુલ ૧૨ દુકાનોની તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ ૧,૯૭,૭૫૦ કિ.ગ્રા.નો રૂ.૬૪,૩૨,૮૫૦/-નો ગેરકાયદેસર/શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે, તેની હેરફેર માટેની બોલેરો પીકઅપ સીઝ કરવામાં આવી હતી.

આ જ સંદર્ભમાં શંકાસ્પદ જથ્થા બાબતની વધુ સઘન તપાસ કરતાં પ્રાચી ખાતે શંકાસ્પદ જથ્થો હોવાનું જાણવા મળ્યો હતો.જે અર્થે પ્રાચી મુકામે વેરાવળ પ્રાચી રોડ ઉપર કે.કે.મોરી સ્કૂલ વાળી ગલીમાં આવેલ વિવિધ દુકાનોની તપાસ કરતાં તેમાં પણ ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ ૨૯,૯૨૫ કિ.ગ્રા.નો રૂ. ૮,૮૩,૧૩૫ નો જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો.

આમ, કુલ મળીને ૨,૨૭,૯૭૫ કિ.ગ્રા. નો રૂ.૭૩,૧૫,૯૮૫/-ની રકમનો આવશ્યક ચીજ વસ્તુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.

 

રિપોર્ટર:- મૌલિક ઝણકાટ

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool