રાધનપુર તાલુકાના ત્રણ ગામો અને પાટણની સાગોટાની શેરીઓમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર્સ 
લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા હવે પ્રજા પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ, અને આંદોલનોના મૂડમાં આવી છે. પાટણ જિલ્લામાં મોટાભાગના ગામોમાં સ્થાનિક સમસ્યાઓને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ આપવામાં આવે છે, ત્યારે પાટણ શહેરમાં અશાંત ધારા મુદ્દે વોર્ડ 8,9,10 ના રહીશો દ્વારા છેલ્લા એક મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના બહિષ્કાર કરવામાં આવશે.
શહેરની સાગોટાની શેરીમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર
સંખ્યાબંધ રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે ,સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ 500 જેટલા મતદારો છે, અશાંતધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો સ્થાનિકોનો નિર્ણય લીધો છે.નોંધનીય છે કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ ના પ્રમુખ ખુદ આ વિસ્તારમાં મકાન ધરાવે છે અને પરોક્ષ રીતે તેઓ અત્રે ના રહીશોને અશાંત ધારા માટે માર્ગ દર્શન આપતા હોવાનું બહાર આવ્યું છે










