અરજદાર બેન ના લગ્નને 18 વર્ષ થયેલા હોય બેનના પતિ તેમજ પાંચ વર્ષનો દીકરો પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામેલ હોય..બેનને સાસરીમાં મન ના લાગતા બેન છેલ્લા છ થી સાત વર્ષથી પિયરમાં દીકરી સાથે રહેતા હોય તેમ જ અંદાજિત આઠ વર્ષથી ડોક્યુમેન્ટ બાબતે અવારનવાર સાસરી પક્ષ ના સભ્યો સાથે વાતચીત કરેલ હોય…તેમજ દીકરાના મરણનો દાખલો તેમજ તમામ ઓરીજનલ જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા સાસરે થી ઘણા પ્રયત્નો કરેલો સામાજિક રીતે તથા જ્ઞાતિ લેવલ દ્વારા પણ પ્રયત્ન કરેલા પરંતુ તો પણ સાસરી પક્ષેથી કોઈ જવાબ ના મળતા બેન pbsc સેન્ટરે મદદ માટે આવેલા…
ત્યારબાદ સેન્ટર દ્વારા સામે પક્ષે બોલાવી બંને પક્ષોની જોઈન્ટ મીટીંગ દ્વારા સમજાવે તથા અથાગ પ્રયત્નો કરેલ..ડોક્યુમેન્ટ આપી દેવા માટે સમજાવેલ તેમજ કાયદાકીય સલાહ સૂચનો આપેલ.. અને પતિ દીકરાનો મરણ નો દાખલો દીકરીના તેમજ અરજદાર બેનના પોતાના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપાવી તેમજ અરજદાર બેનને ગંગાસ્વરૂપ નું ફોર્મ ભરવા માં મદદ કરાવી સુખદ સમાધાન કરાવેલ…
PBSC rajkot.
Mahila police station.
