‘જ્યારે મુસ્તાક તેનું ગળું કાપતો હતો ત્યારે તે (પૂજા) પોતાના જીવનની ભીખ માંગી રહી હતી’ મુશ્તાક પહેલા પંચર રિપેર કરતો હતો
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં પૂજાની હત્યા કરનાર મુશ્તાકે પોલીસ કસ્ટડીમાં ઘણા મોટા સ્ફોટક ખુલાસા કર્યા છે. મુશ્તાકે જણાવ્યું છે કે તેણે પૂજાને તેનું નામ અજિત કહ્યું હતું અને તેઓ મિત્રો બની ગયા હતા. અને ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી લીવઈનમાં રહેવા લાગ્યા હતા, મુસ્તાકે ખુલાસો કર્યો હતો કે પૂજાને ફરવા લઈ જતી વખતે તેણે પાછળથી હુમલો કર્યો અને છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. આ દરમીયા પુજા જીવની ભીખ માંગતી રહી પણ હૈવાન કૃરતા પુર્વક ગળા પર ચાકું ચલાવતો રહ્યો
મુશ્તાકે પુછપરછમાં સ્ફોટક ખુલાસો કર્યો કે પૂજા સાથે લગ્નનું નાટક કરી રહ્યો હતો અને વધુ પડતા દબાણને કારણે તેણે તેની હત્યા કરી દીધી. પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે મુશ્તાક મૃતક પૂજાની પુત્રીને નિશાન બનાવવા માંગતો હતો અને તેના પૈસા પણ પડાવી લેવા માંગતો હતો. પૂજાની હત્યા કર્યા પછી, મુશ્તાકે તેનું માથું ગટરમાં ફેંકી દીધું હતું અને તેનું ધડ ગટરમાં છુપાવી દીધું હતું.
૩૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ મુશ્તાકને પોલીસે જડપી લીધો હતો. ગુરુગ્રામથી પૂજાના ગુમ થયાનાં સંબંધે મુશ્તાકની ધરપકડ કરવામાં આવી હતી. મુશ્તાકે નવેમ્બરમાં પૂજાની હત્યા કરી હતી. મુશ્તાક પહેલા પંચર રિપેર કરતો હતો અને પછી ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. તે પૂજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો અને લગ્નનું નાટક કરી રહ્યો હતો. આ દરમિયાન, તેના ગામમાં લગ્ન પણ થઈ ગયા હતા.
ન્યુઝ ક્રેડીટ:- ઓપ ઈન્ડીયા (હિન્દી)
