*અમરેલી જિલ્લાના ૧૪ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાના મુદ્દા પર મિશન માતૃભૂમિએ કરી કેન્દ્ર સરકારને ફરીયાદ*
*અમરેલી જિલ્લામાં ASP વલય વૈધ દ્વારા ખાનગી ગાડીમાં પોતાના પરીવાર સાથે ખાનગી કપડામાં આવી નાના કર્મચારીઓને કંઇ જાણ્યા તપાસ્યા વગર ગેર હાજર મૂકી સસ્પેન્ડ કરાવી દેવામાં આવ્યા*
હમણાં થોડા સમય પહેલા અમરેલી જિલ્લામાં એકી સાથે ૧૪ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી બેદરકારી જોવા મળી હતી અને કોઈ પણ કારણ અને કોઈ પણ પ્રકારની નોટિસ કે પોલીસ વિભાગના નીતિ નિયમ પાળિયા વિના જ સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જે સંબંધમાં મિશન માતૃભૂમિને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકારને સંયોગી પુરાવા સહિત ફરિયાદ કરવામાં આવી છે જે ફરિયાદ અનુસાર મિશન માતૃભૂમિ કહ્યું હતું કે સંબંધિત ૧૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં ખૂબ મોટી બેદરકારી દાખવામાં આવી હતી.
સૌથી પહેલા જે સસ્પેન્ડ ઓર્ડર હોય તે ગુપ્ત કવર અથવા તો સીલ બંધ કવરમાં મોકલવાનું હોય છે પરંતુ આ બાબતે પણ ગંભીર અને મોટી બેદરકારી સામે આવી હતી જેમાં એસ.પી કચેરીમાંથી તારીખ વિના કે જાવક નંબર વિનાનો સસ્પેન્શન ઓર્ડર વાયરલ કરી દેવામાં આવ્યો હતો અને તે લેટર મીડિયા સુધી પહોંચ્યો હતો જે પણ ખૂબ મોટી બેદરકારી એસ.પી કચેરીની સામે આવી હતી
ત્યારબાદ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન એ.એસ.પી દ્વારા કરવામાં આવી હતી જેમાં તે ખુદ પોતે સિવિલ ગાડી સિવિલ ડ્રેસ અને તેમના પરિવાર સાથે હતા મહત્વનું છે કે તેમની પ્રાઇવેટ ગાડી માંથી તે ખુદ પોતે ઉતર્યા ન હતા. જેથી કોઈપણ એ જાણકારી ન મળી શકે અને પ્રાઈવેટ ગાડીમાં એ.એસ.પી છે કે બીજુ અન્ય કોઈ તે પણ જાણકારી ન મળી શકે પ્રાઇવેટ ગાડી ની અંદર માં એ.એસ.પી વલય વૈદ્ય છે કે અન્ય કોઈ સાથે આ અંગેની સમગ્ર જાણકારી લેવાની પણ એસ.પી કચેરી દ્વારા ખરાઈ કરવામાં ન આવી સાથે જ મહત્વનું છે કે
જ્યારે કોઈ પણ પોલીસકરમી ગેરહાજર હોય તો તેની નોંધ જે તે કચેરીને અથવા તો કંન્ટ્રોલને જાણ કરવાની હોઈ છે અને તે મુજબ જેતે કર્મચારી ગેરહાજર બાબતે ખુલાસો માંગવાનો હોય છે અને જે તે એથોરીટી અને અન્ય વીભાગને લેખીત ખુલાસો પણ પુરાવા સહીતનો માંગવાનો હોઈ છે પરંતુ અહીં કોઈ પણ પ્રકારે તપાસ કરવામાં ન આવી સાથે કોઈ પણ કચેરીને જાણ કે રેકોર્ડ મંગાવવામાં ન આવ્યા અને સીધા ૧૪ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતા સાથે મિશન માતૃભૂમિ એ ફરિયાદમાં ટાંક્યું હતું જેમાં સ્પષ્ટ પણે દર્શાવ્યા મુજબ પોલીસ વિભાગ ગૃહ વિભાગના કોઈ પણ નીતિ નિયમનું પાલન કર્યા વિના કે જવાબ લીધા કે ખુલાસો પૂછવા કે અન્ય કોઈ પણ નોટિસ ની બજવણી કર્યા વિના જ એક ઝાટકે પોતાને પ્રસિદ્ધિ મેળવવા માટે ૧૪ પોલીસ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી આ બાબતે મિશન માતૃભૂમિ સંપૂર્ણ સહયોગી અને મૌખિક પુરાવા સહિત કેન્દ્ર સરકાર અને ન્યાય મંત્રાલયને સીધી જ ફરિયાદ કરી હતી
મહત્વનું છે કે ઘણી વખત ઉપલા અધિકારી પોતાની બેદરકારી છુપાવવા માટે નાના કર્મચારીઓનો ભોગ લેતા હોય છે તેમનો જીવતો જાગતો પુરાવો અમરેલીમા સામે આવ્યો છે
આ સાથે અમરેલી સિટીમાં સીવિલ પ્રિઝનર ગાર્ડ,EVM ગાર્ડ, જેલગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ જેવી ગાર્ડોમાં ખાનગી ગાડીમાં પોતાના પરીવાર સાથે આવી ખાનગી કપડામાં ASP વલય વૈધ દ્વારા ગાર્ડ ચેક કરવામાં આવી અને કર્મચારીઓને ગેર હાજર મૂકી દેવામાં આવ્યા આ તમામ જગ્યાએ ટોટલ ચાર ચાર માણસો જ ફાળવેલા હોય જે ચાર માણસોએ એક મહિના સુધી ગાર્ડ તરીકે નોકરી કરવાની હોય આ કોઈ જગ્યાએ રિલિવર ગાર્ડ ફાળવવામાં આવેલ ના હોય જેથી આ ગાર્ડ પિકેટ ગાર્ડ કહેવાઈ બીજું જે કચેરીઓએ ગાર્ડ ફાળવવામાં આવી છે તે ત્યાં હાજર નો હોય તો જે તે કચેરી દ્વારા હેડ કવાર્ટર અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં ગેર હાજર ની નોંધ કરાવવામાં આવતી હોય છે આ એ.એસ.પી સાહેબ દ્વારા ગાર્ડ ફાળવેલ સ્થાનીક કચેરીમાં કોઈપણ પૂછ પરછ કર્યા વિના ગેર હાજર મૂકી સસ્પેન્ડ કરાવી દેવામાં આવ્યા છે બીજું જાણવા મળતી વિગતો મુજબ થોડા સમય પહેલા જે કર્મચારીઓ ગાર્ડમાં ગેર હાજર પડ્યા હતા તેમને ઠપકાની શિક્ષા આપવામાં આવી હતી અને આ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તો એકને ખોળ એકને ગોળ જેવી નીતિ અપનાવવામાં આવી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યુ છે
હવે જોવાનું રહ્યુ કે આ બાબતે કેન્દ્ર સરકાર અને ન્યાય મંત્રાલય આવા ઉચ્ચ કક્ષાનાં અધીકારીની બેદરકારી વીરૂધ્ધ શું પગલા લે છે
–હરીશ રાવત–
