અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરોડોની રોકડ રકમ કબજે કરી છે. મહત્વનું છે કે આ રોકડ અને એરગન કુખ્યાત મોન્ટુ નામદારની હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી હકીકત આધારે ગુરુવારે હજીરાની પોળ પાસે ડેની ઉર્ફે ફોન્ટીસ ગાંધીના ઘરે રેડ કરતા બેનામી રોકડ મળી આવતા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ સર્ચ દરમિયાન પહેલા તો બે થી ત્રણ રૂમ સર્ચ કરતા પોલીસને કંઈ પણ હાથ લાગ્યું નહોતું પરંતુ ફર્નિચર અને બેડ તપાસતા બે અલગ અલગ બેગ મળી આવી હતી. આ અલગ અલગ બેગોમાં 500ના દરના કરોડ રૂપિયા મળી આવ્યા હતા સાથે બે રાઈફલ પણ પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલી મળી આવી હતી.*
✍️📖નીરવ સુરેલીયા*











